Good Bay 2022 : ભારત સહિત દેશભરમાં લોકોએ નવા વર્ષની ઉજવણી કરી, 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા વિદેશના દેશો સહિત ભારતવાસીઓ પણ આતુર બન્યા, આજે પણ દર વર્ષની જેમ દિલ્હી, મનાલી, ગોવા, રાજસ્થાન સહિતના પ્રખ્યાત સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો વિદેશમાં ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયાના સિડની, આયરલેન્ડ સહિતના દેશોમાં પણ શહેરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.
ગુજરાતમાં અમદાવાદની વાત કરીએ તો, શહેરના પશ્ચિમ વિસ્તારમાં સીજી રોડ, વસ્ત્રાપુર, એસજી હાઈવે સિંધુ ભવન રોડ પર લોકો રોડ પર મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ઉજવણી કરી હતી. એકદમ 12ના ટકોરે લોકોએ હોપ્પી ન્યુ યર 2023નું જર શોરથી સ્વાગત કર્યું હતું.
અમદાવાદનો સીજી રોડ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ નવા વર્ષની ઉજવણી કરી તો, બીજી બાજુ સિંધુ ભવન રોડ પર પણ મોટી સંખ્યામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. બંને વિસ્તારમાં સમગ્ર રોડ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાના કારણે અમદાવાદ પોલીસે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ જ નહીં પરંતુ અલગ અલગ શહેરમાંથી પણ લોકો અમદાવાદમાં આવ્યા અમે 2022ના વર્ષને વિદાય આપી નવા વર્ષનું હર્ષ સાથે સ્વાગત કર્યું હતું.
શનિવાર 31મી ડિસેમ્બર 2022ના રોજ બેંગલુરુમાં બ્રિગેડ રોડ ખાતે 2023 નવા વર્ષની ઉજવણી અને સ્વાગત કરવા માટે લોકો એકઠા થયા હતા

ભારત સહિત વિશ્વમાં ઉત્સાહભેર ન્યૂ યર ઉજવણી
નવા વર્ષ 2023ની ઉજવણી કરવા માટે મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે વિશાળ ભીડ ઉમટી પડી હતી
છત્તીસગઢ: CRPFની 74મી બટાલિયનના જવાનોએ નક્સલ પ્રભાવિત વિસ્તાર સુકમામાં નવા વર્ષની ઉજવણી કરી
રાજસ્થાન: નવા વર્ષની ઉજવણી કરવા આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જેસલમેર પહોંચ્યા હતા.
દિલ્હી: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા.
દિલ્હી: નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો ઈન્ડિયા ગેટ પર પહોંચ્યા.
ઓસ્ટ્રેલિયા: સિડનીમાં નવું વર્ષ 2023 ઉજવવામાં આવી રહ્યું છે
ઉત્તરાખંડ: નવા વર્ષની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં મસૂરી પહોંચી રહ્યા છે.
ગોવાના પણજીમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી છે.
કોચી | કોચીન કાર્નિવલના ભાગ રૂપે ફોર્ટ કોચી ખાતે નવા વર્ષને આવકારવા માટે ઉજવણીઓ ચાલી રહી છે