Today Weather Updates : કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું ગુજરાત, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat winter, Today Weather Updates: ગુજરાતના પડોશી રાજ્યના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો એકદમ ગગડતાં બરફની ચાદર છવાઈ હતી. પાર્ક કરેલા વાહનો ઉપર બરફનો થર જામી ગયો હતો.

Gujarat winter, Today Weather Updates: ગુજરાતના પડોશી રાજ્યના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો એકદમ ગગડતાં બરફની ચાદર છવાઈ હતી. પાર્ક કરેલા વાહનો ઉપર બરફનો થર જામી ગયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weather news | Gujarat winter | IMD forecast | cold wave

ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI

Gujarat winter, Today Weather Updates: ગુજરાતમાં શિયાળો પોતાનું આકરું સ્વરૂપ દેખાડી રહ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડા પવનો અને આશરે 10 ડિગ્રી સુધીના લઘુત્તમ તાપમાનમાં ગુજરાત આખું ઠુંઠવાયું હતું. ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે ગુજરાતના પડોશી રાજ્યના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો એકદમ ગગડતાં બરફની ચાદર છવાઈ હતી. પાર્ક કરેલા વાહનો ઉપર બરફનો થર જામી ગયો હતો. જોકે, બરફમાં સહેલાણીઓને મજા પડી ગઈ હતી.

Advertisment

ગુજરાતમાં 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચું પહોંચ્યું તાપમાન

હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન પહોંચ્યું હતું. જ્યારે એક તબક્કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ 8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે 10 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ ઠંડુગાર બન્યું હતું. જોક, દિવસના અંતે ઠંડીનો પારો ઉચકાયો હતો. ગુજરાતમાં સોમવારે 10 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

સોમવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.410.6
ડીસા28.509.6
ગાંધીનગર28.809.0
વલ્લભ વિદ્યાનગર29.918.0
વડોદરા29.413.6
સુરત30.419.0
વલસાડ
દમણ29.617.4
ભુજ28.214.6
નલિયા28.610.4
કંડલા પોર્ટ30.515.0
કંડલા એરપોર્ટ28.712.6
ભાવનગર27.015.0
દ્વારકા26.917.4
ઓખા27.520.6
પોરબંદર30.513.5
રાજકોટ31.112.7
વેરાવળ33.017.5
દીવ29.420.0
સુરેન્દ્રનગર29.014.2
મહુવા32.012.9

આ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે

હવામાન વિભાગે ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં 16 જાન્યુઆરીએ ઠંડીનું મોજું પ્રવર્તશે. 16 જાન્યુઆરીએ ચંદીગઢ, પંજાબ અને હરિયાણા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. 16 જાન્યુઆરી સુધી જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાઢથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 16 અને 17 જાન્યુઆરીએ અને ઉત્તરાખંડમાં 17 જાન્યુઆરીએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

Advertisment

આ પણ વાંચોઃ-આંધ્ર પ્રદેશ ચૂંટણી : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રુદ્ર રાજૂએ પદથી આપ્યું રાજીનામું, કયા કયા નેતાઓએ બદલી પાર્ટી?

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટો મોડી પડી

દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. મંગળવારે સવારે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેની અસર ફ્લાઈટ પર પણ પડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ નવી દિલ્હી એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડનારી લગભગ 30 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી હતી જ્યારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે CAT-III પ્રક્રિયામાં પ્રશિક્ષિત પાઇલોટ્સ ઓછામાં ઓછા 50 મીટરની વિઝિબિલિટી સાથે પણ એરક્રાફ્ટને લેન્ડ કરી શકે છે; એરક્રાફ્ટ 125 મીટરની વિઝિબિલિટીમાં ટેક ઓફ કરી શકે છે.

જો તમે દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરી કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે ફ્લાઈટના સમયના લગભગ 4 કલાક પહેલા તમારી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવું જોઈએ અને પછી જ ઘરેથી નીકળવું જોઈએ. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ શિયાળો ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત