Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આ જિલ્લાઓમાં ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાનો વિસ્તાર 100 તાલુકાની અંદર આવી ગયો છે જ્યારે વરસાદની માત્રા પણ 3 ઈંચની અંદર આવી ગઈ છે. આવા માહોલ વચ્ચે હવામાન વિભાગે 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાનો વિસ્તાર 100 તાલુકાની અંદર આવી ગયો છે જ્યારે વરસાદની માત્રા પણ 3 ઈંચની અંદર આવી ગઈ છે. આવા માહોલ વચ્ચે હવામાન વિભાગે 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા તોડા નરમ પડ્યા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાનો વિસ્તાર 100 તાલુકાની અંદર આવી ગયો છે જ્યારે વરસાદની માત્રા પણ 3 ઈંચની અંદર આવી ગઈ છે. આવા માહોલ વચ્ચે હવામાન વિભાગે 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

Advertisment

ગુજરાતના 13 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

Advertisment

આ પણ વાંચોઃ-સ્વદેશી પર પીએમ મોદીએ કહ્યું – ડોલર હોય કે પાઉન્ડ, પરસેવો મારા દેશવાસીઓનો હોવો જોઈએ

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 27 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે અમદાવાદના આકાશમાં 95 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજના દિવસે અમદાવાદમાં 1.3 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે આજે અમદાવાદમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત