Gujarat Rain : નવરાત્રી વચ્ચે વરસાદે ડાંગમાં ભૂક્કા બોલાવ્યા, આહવામાં 4.49 ઈંચ ખાબક્યો, ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 4.49 ઈંચ વરસાદ પડ્યો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 4.49 ઈંચ વરસાદ પડ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
heavy rain in dang

ડાંગમાં ભારે વરસાદ - photo- X

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં એક તરફ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે તો બીજી તરફ વરસાદની દેધનાધન પણ ચાલી રહી છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હજી પણ વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે.ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના આહવામાં 4.49 ઈંચ વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી લઈને 24 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 4.49 ઈંચ નોંધાયો હતો.

ડાંગના આહવામાં જળબંબાકારની સ્થિતિ

છેલ્લા ત્રણ ચાર દિવસથી ડાંગ જિલ્લાના આહવામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં કૂલ મળીને 10 ઈંચ ઉપર વરસાદ નોંધાયો છે. ત્યારે સ્થાનિક લેવલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ડાંગના આહવામાં 4.49 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ડાંગ જિલ્લાના સુબિરમાં 1.5 ઈંચ અને વઘઈમાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિમાં ડાંગમાં વહેતી નદીઓ બંને કાંઠે થઈ હતી.

ગુજરાતના 18 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ

SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્રણ તાલુકાને બાદ કરતા બાકીના 18 તાલુકામાં એક ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. જેમાં 6 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. અહીં 1-2 એમએમ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

આ પણ વાંચોઃ- પાલતું કુતરાનો નખ વાગતાં PI એ જીવ ગુમાવ્યો, આ ખાસ વાતોનું રાખો ધ્યાન નહીં તો…પસ્તાશો

દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે નવરાત્રીના ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત