Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં વરસાદની જોરદાર સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વરસાદે ભુક્કા બોલાવી દીધા છે.24 કલાકમાં રાજ્યમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વાવ-થરાદ જિલ્લામાં રાજ્યનો સૌથી વધારે વરસાદ નોંધાયો હતો.
વાવ-થરાદના ત્રણ તાલુકામાં 11થી 17 ઈંચ વચ્ચે વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 7 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યાથી લઈને 8 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકમાં ગુજરાતના 222 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વાવ થરાદ જિલ્લામાં પડ્યો હતો. વાવ થરાદ જિલ્લાના ત્રણ તાલુકામાં 11થી 17 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.
વાવ થરાદ જિલ્લામાં વરસાદની સ્થિતિ
તાલુકો વરસાદ(ઈંચમાં)સુઈગામ 16.14ભાભર 12.91વાવ 12.56થરાદ 11.73દિયોદર 6.69લાખાણી 3.19ધાનેરા 2.13કાંકરેજ 1.73
ગુજરાતના 48 તાલુકામાં 2થી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 222 તાલુકામાંથી 48 તાલુકા એવા છે જેમાં 2 ઈંચથી લઈને 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ વિસ્તારના તાલુકાઓનો સમાવેશ થાય છે.
24 કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, જુઓ PDF
રાજ્યના 8 જિલ્લાઓમાં અત્યંતભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સોમવારના દિવસે સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચોઃ- સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ, રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા; જુઓ વરસાદી આફતનો વીડિયો
આગાહી પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.