Gujarat rain forecast : નવરાત્રી વચ્ચે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં નવરાત્રી શરુ થઈ ગઈ છે. બે નોરતા પુરા પણ થયા છે. આજે ત્રીજું નોરતું છે. નવરાત્રીના તહેવાર વચ્ચે ગુજરાતમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે નવરાત્રીના ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

Advertisment

આ પણ વાંચોઃ- પાલતું કુતરાનો નખ વાગતાં PI એ જીવ ગુમાવ્યો, આ ખાસ વાતોનું રાખો ધ્યાન નહીં તો…પસ્તાશો

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે બુધવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 40 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. જ્યારે પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત