Gujarat rain forecast : આજે ગુજરાતના 9 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસ માટે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસ માટે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે વરસાદ એકદમ ધીમો થયો છે ત્યારે મેઘરાજા ફરીથી આરામ મોડ ઉપર આવી ગયા છે. જેના પગલે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસ માટે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ-અજમેર ટ્રિપલ મર્ડર કેસના 3 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

Advertisment

અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિવત

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે ગુરુવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 99 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે એક એમએમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સાથે અમદાવાદમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફૂંકાશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત