Gujarat rain forecast : આજે બીજા નોરતે ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આજે નવરાત્રીના બીજા નોંરતામાં પણ વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આજે નવરાત્રીના બીજા નોંરતામાં પણ વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં જગતજનની જગદંબાની આરાધના કરવાનો તહેવાર નવરાત્રી શરુ થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. આજે નવરાત્રીના બીજા નોંરતામાં પણ વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસારનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે નવરાત્રીના બીજા દિવસે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

Advertisment

આ પણ વાંચોઃ-ખેલજગતમાં નારી શક્તિ: રાજ્યની મહિલા ખેલાડીઓને રોકડ પુરસ્કાર યોજના અંતર્ગત કુલ ₹.11 કરોડથી વધુની સહાય

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે મંગળવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 53 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિંવત છે. જ્યારે પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત