/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/tista-setalwad.jpg)
તીસ્તા સેતલવાડની ફાઇલ તસવીર
ગુજરાત હાઇકોર્ટે શનિવારે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાની જામીન અરજી ફગાવી હતી. ત્યારબાદ તરત સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. તેમણે ગત વર્ષ આ અરજી દાખલ કરી હતી. સીતલવાડ પર 2002ના ગુજરાત હિંસા સાથે જોડાયેલા પુરાવા બનાવવાનો આરોપ છે.
જસ્ટિસ નિર્જર દેસાઇએ આ મામલે સુનાવણી કરી હતી. તીસ્તા સેતલવાડના વકીલ મિહિર ઠાકોરે કોર્ટના નિર્ણય આપ્યા બાદ કોર્ટ પાસે 30 દિસ માટે નિર્ણયના ક્રિયાન્વયન પર રોક લગાવવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ જસ્ટીસ દેસાઇએ અનુરોધને પણ નકારી કાઠ્યો હતો.
સેતલવાડ ઉપર આરોપ છે કે તેમણે 2002માં થયેલા ગુજરાત હિંસામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા ઊભા કર્યા હતા. આ આરોપોમાં તેમણે અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની એક એફઆઇઆર ઉપર 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. તેમણે સાત દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા હતા. 2 જુલાઇએ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આ વર્ષે તીસ્તાની સાથે એક આરોપી પૂર્વ આઈપીએસ આરબી શ્રીકુમારની ધરપકડ પણ થઈ છે. આના એક દિવસ પહેલા હિંસામાં માર્યા ગયેલા કોંગ્રેસ સાંસદ અહસાન ઝાફરીની પત્ની ઝકિયા ઝાફરીની વિશેષ તપાસ દળ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.
એસઆઇટી દ્વારા દાખલ આરોપ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તીસ્તા સેતલવાડે હિંસામાં મોટા પ્રમાણમાં થયેલા મોત માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના મુખ્ય નેતાઓને ફંસાવવાની કોશિશ કરી હતી. ગુજરાત દંગોનું ષડયંત્રના આરોપથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય લોકોને ક્લીન ચીટ મળી ચૂકી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us