/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/Exit-Poll1.jpg)
રાહુલ ગાંધી અને પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતા જ એક્ઝિટ પોલના પરિણામ સામે આવી રહ્યા છે. મતદાન સમાપ્ત થતા જ અલગ-અલગ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલના પરિણામના આંકડા બહાર આવ્યા છે. એક્ઝિટ પોલના અંદાજ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકશે નહીં. જોકે આ તો ફક્ત પોલ હોય છે હિમાચલ પ્રદેશના સાચા પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
ઇન્ડિયા ટૂડે- એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ
ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સખત ટક્કર જોવા મળી શકે છે. એક્ઝિટ પોલના આંકડા પ્રમામે ભાજપાને 44 ટકા મહિલાઓ અને 40 ટકા પુરુષોના મત મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસને 43 ટકા મહિલાઓ અને 45 ટકા પુરુષોના વોટ મળવાનો અંદાજ છે.
ઇન્ડિયા ટૂડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં 68 સીટોમાંથી બીજેપીને 23-34 સીટો, કોંગ્રેસને 30-40, આપને 00 અને અન્યને 4 થી 8 સીટો મળવાનો અંદાજ છે.
Republic PMARQનો એક્ઝિટ પોલ
P-MARQના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 68માંથી 34-39 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને28-33 અને આમ આદમી પાર્ટીને 00-01 સીટ મળવાનો અંદાજ છે.
ETG-TNNનો એક્ઝિટ પોલ
ETG-TNNના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 38 સીટો મળશે. જ્યારે કોંગ્રસને 28 અને અન્યને 2 સીટો મળશે. આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીં.
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યા
ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યાના એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે હિમાચલમાં બીજેપી અને કોંગ્રેસ બન્નેને 33-33 સીટો મળવાનો અંદાજ છે. અન્યને 2 સીટો મળશે. આમ આદમી પાર્ટી ખાતું ખોલાવી શકશે નહીં.
આ પણ વાંચો - એક્ઝિટ પોલ 2022 : ગુજરાતમાં ફરી ભાજપા બહુમત સાથે સરકાર બનાવશે, બધા એક્ઝિટ પોલમાં આગળ
ટીવી-9નો એક્ઝિટ પોલ
ટીવી-9ના એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 33 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 31 સીટો અને અન્યને 4 સીટો મળવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકશે નહીં.
એબીપી - સી વોટર એક્ઝિટ પોલ
એબીપી - સી વોટર એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે બીજેપીને 33-41 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રસને 24-32, અન્યને 0-4 સીટ મળવાનો અંદાજ છે. આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલશે નહીં.
જન કી બાતનો એક્ઝિટ પોલ
જન કી બાત ના એક્ઝિટ પોલના મતે હિમાચલ પ્રદેશમાં બીજેપીને 32થી 40 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 27-34, અન્યને 1-2 સીટ મળવાનો અંદાજ છે.આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીં.
હિમાચલ પ્રદેશમાં હાલ ભાજપાની સરકાર
હિમાચલ પ્રદેશમાં ભાજપાની સરકાર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં બીજેપીને 68માંથી 44 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસને 21 સીટો મળી હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો ત્રિકોણિયો થયો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us