scorecardresearch

વૈદિક હોળીથી પરંપરાની સાથે પર્યાવરણનું જતન, લાકડાના બદલે ગોબર સ્ટીકથી હોળી પ્રગટાવવાની ઝુંબેશ

Vaidik holi cow dung stick : જામનગરની ગીર ગૌશાળાની પર્યાવરણ અને વૃક્ષોના રક્ષણ હેતુ એક અનોખી પહેલ, હોળી પ્રગટાવવા માટે લાકડાના બદલે ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવી, તેના વડે વૈદિક હોળી પ્રગટાવવાની ઝુંબેશ શરૂ કરી

holi festival
ગાયના છાણમાંથી બનેલા ગોબર સ્ટીકથી વૈદિક હોળી પ્રગટાવીયે

હિંદુ સમુદાયમાં ધાર્મિક રીતે ભારે મહાત્મ્ય ધરાવતા તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે હોલિકાદહન થશે. જોકે, હોળી પર્વ દરમિયાન લાખો ટન લાકડાના ઉપયોગ સામે ધાર્મિક મહાત્મ્ય પણ જળવાઈ રહે અને સામાજિક જાગૃતિ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપી શકાઈએ માટે ગીર ગંગા સંસ્થા દ્વારા ગૌમયકાસ્ટ એટલે કે ગાયના છાણામાંથી બનેલી ગોબર સ્ટીકથી વૈદિક હોળી પ્રગટવાની ઝુંબેશસ શરૂ કરાઈ છે.

cow dung stick
ગાયના છાણમાંથી બનેલા ગોબર સ્ટીક

દરેક શહેરમાં હોલિકા દહનના હજારો કાર્યક્રમો થાય છે, એક હોળી દીઠ ૫૦૦ કિલ્લો લાકડાની ધારણાએ લાખો કિલ્લો લાકડું ઉપયોગમાં લેવાઇ છે… આ સાથે દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્ય, અંતરિયાળ જંગલોમાંથી વૃક્ષો કાપીને આ લાકડું લાવવમાં આવતુ હોય મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન પણ થાય છે. એક ગણતરી મુજબ, એક હોળી માટે ૫૦ થી ૬૦ વર્ષથી વધુ સમયના વડલા, પીપળા કે પીપર જેવા વૃક્ષોમાં ઔષધિ તેમજ ઓક્સીજનનો ખજાનો હોય છે. તેમજ પશુ પક્ષીનું રહેણાંક અને ખોરાક હોય છે. તો આ સમયે તેનું કત્લે આમ કરીને હોળી પ્રગટાવવામાં તેનો ઉપયોગ કરતા ભયંકર નુકસાન ભોગવીએ છીએ.

તો આવી સ્થિતિમાં વૃક્ષોનું નિકંદન અટકે તે સાથે જ ગૌવંશનું જતન થાય પર્યાવરણ ની જાળવણી થઇ શકે તે માટે કાલાવડ તાલુકાના રણુંજા ગામે વોડીસાંગ ની બાજુમાં આવેલી ગીર ગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌ ગુરુકુળ સંસ્થા દ્વારા ઝુંબેશ છેડાઈ છે. પ્રમુખ દિલીપભાઈ સખીયાના માર્ગદર્શન હેઠળ વૈદિક હોલિકાદહન કરવાનો અભિયાન શરૂ થયું છે. ગોપી ગૌ શાળામાં ભીખાભાઈ સખીયા અને દિનેશભાઈ ચીખલીયાની મદદ ગાયના છાણા માંથી ગોબર સ્ટીક બનાવાઈ રહી છે.

વૈદિક હોળીનું ધાર્મિક, પર્યાવરણ, સ્વાસ્ સંબંધિત મહત્વ

  • વૈદિક પરંપરા અનુસાર હોળીમાં ગાયના ગોબર સમીપ અને આયુર્વેદિક ઔષધીની આહિત અપાતી હતી.
  • વસંત-શિશિર ઋતુના સંધિકાળ દરમિયાન વાતાવરણમાં ઉત્પન થતા વાયરસ વૈદિક હોળીથી નાબુદ થાય છે.
  • લાકડાંથી પ્રગટાવેલી હોળી સામે વૈદિક હોળીથી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે. વાતાવરણ આરોગ્યપ્રદ બને છે.
  • વૈદિક હોળીથી આવનારા સમયમાં વૃક્ષોનું જતન થશે પર્યાવરણની જાળવણીની મહત્ત્વનો સંદેશો આપી શકાશે.
  • વૈદિક હોળીમાં ગૌમયકાસ્ટના ઉપયોગ થી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધતા હવામાન શુદ્ધ થાય છે.
  • વૈદિક હોળીમાં ગાયમાંથી પ્રાપ્ત થતા પંચગવ્યના ઉપયોગથી ગૌ જતન માં ખુબ મોટો સહયોગ મળી રહે છે.
( વૈદિક હોળી સાથે પર્યાવરણનું જતન કરવા માટે ગાયના ગોબરની સ્ટીક, ફોટો- IE Gujarati )

ગીરગંગા પરિવાર દ્વારા ગત વર્ષે ૨૦૦ શેરી માહોલ્લામાં વૈદિક હોળી પ્રગટાવી હતી. રણુંજા વોડીસીંગ, ગીરગંગા સંસ્થા દ્વારા ગોપી ગૌ ગુરુકુળ ગૌ શાળા ૧૨ વર્ષ પહેલા માત્ર ૫ ગાય સાથે ગૌશાળા શરુ કરાય હતી, તેમાં આજે ૩૦૦ થી વધુ ગાયો નું જતન થાય છે ગૌશાળા માં અર્ક, નાના છાણા, અગ્નિહોત્ર યજ્ઞ માટે છાણા, સજીવ ખેતી માટે વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ ગાયનું શુદ્ધ ઘી તેમજ શુદ્ધ દૂધનું કાચની બોટલમાં છેલ્લા ૧૦ વર્ષ થી વેચાણ કરાય છે. ગત વર્ષે સંસ્થા દ્વારા શરુ કરાયેલ ઝુંબેશ અંતર્ગત ૨૦૦ શેરી અને સૌસાયટીમાં ગોરબ સ્ટીકની મદદથી વૈદિક હોળી પ્રગટાવી હતી. સંસ્થાના સંચાલક દિલીપભાઈ સખીયાના જણાવ્યા મુજબ ગત વર્ષે ૨૦૦ હોળી સામે ૫૦૦ વૈદિક હોળી પ્રગટે એ માટે ૨૫૦ ટન ગોબર સ્ટીક પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે. એક હોળી દીઠ એક વ્રુક્ષ પણ ગણીએ તો ૫૦૦ મોટા ઘટાદાર વ્રુક્ષો બચશે.

Web Title: Holi festival cow dung stick vaidik holi save environment

Best of Express