IeRTC Gujarat Startups and Innovation : ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા આયોજિક કાર્યક્રમ સ્ટાર્ટઅપ ગુજરાતમાં રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા. જ્યારે શરૂઆત થઇ હોય ત્યારે એવું લાગે કે આ બધું શું છે આપણને સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ માટેની શરૂઆત, સ્ટાર્ટઅપ કેવી રીતે કરવાનું તેના વિશે કોઇના મગજમાં ન હતું. કેટલાય એવા યુવાનો હશે જેણે સ્ટાર્ટઅપ પોતાની અંદર કઈક કરી બતાવવું હોય પણ કેવી રીતે મુકવું. પહેલા સ્ટાર્ટઅપમાં પોતાને વિશ્વાસ પડે તેના માટે શરૂઆત ક્યાં કરવી એના માટે જગ્યા કઈ. આ બધાનો પ્રશ્નનો જવાબ વડાપ્રધાનના આવ્યા પછી આપણે મળ્યો છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોઇને પણ અત્યારે થાય કે મારી પાસે વિચાર છે. તે વિચારને જમીન પર ઉતારી શકું છું તો તેના માટેની જગ્યાથી માંડી ફાયનાન્સથી માંડીને બધું સરકાર આપે છે. યુવાનો પોતાનો બિઝનેસ શરુ કરે. તે પોતાનો બિઝનેસ કરીને નોકરીઓ આપવા વાળો બની જાય આ તાકાત સ્ટાર્ટઅપમાં છે.
સીએમે કહ્યું કે કોઇ સેક્ટર એવું છોડ્યું નથી જેમાં આપણું ધ્યાન ન હોય. દેશ આગળ વધી રહ્યો છે, દુનિયા આગળ વધી રહી છે. સેમીકંટક્ટર માટે આપણા દેશમાં એવું કહેવાય છે કે આપણા દેશમાં દરેક વડાપ્રધાને આ બિઝનેસ ભારતમાં લાવવા માટે પ્રયત્ન કર્યા હતા પણ સફળતા ફક્તને ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. આપણા માટે ફાયદો એ છે કે સેમીકંડક્ટરની શરૂઆત ગુજરાતથી થઇ રહી છે. દરેક ક્ષેત્રમાં આગળ વધવું એ વિઝન સાથે, વિઝનરી લીડર પણ કહેવાય છે. આજનું તો વિચારવાનું જ આવતીકાલ શું હોઇ શકે, શું મુશ્કેલી પડશે તેનો વિચાર પણ આજથી જ કરવો. આ પણ વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરી રહી છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સ્ટાર્ટઅપમાં તમે હમણા પેનલ ડિક્સસન્સ કર્યા હશે ક્યાંક સરકાર માટે યુવાનોને પડતી કોઇ મુશ્કેલી આવી હોય. એક મને એવું કહેતા હતા કે રજીસ્ટ્રેશન કરતી વખતે રજીસ્ટ્રેશન ફી આપે તેવી એક વખત મારી પાસે ફરિયાદ આવી હતી. અત્યારે પેનલ ડિસ્કસન્સમાં તમારી પાસે આવી હોય તો મને ખબર નથી. કઇ આવી હોય તો અમારી તૈયારી હોય છે. તમને પડતી મુશ્કેલી અમે કેટલી ઝડપથી દૂર કરી શકીએ એના માટેનો મારો પ્રયત્ન હોય છે. તમને પડતી મુશ્કેલી અમારી સુધી પહોંચાડો તે અગત્યનું છે તે ક્યારે પહોંચાડવી તે તમારે જોવાનું છે.