Illegal Immigration : ફ્રાન્સના વેટ્રી એરપોર્ટથી નિકારાગુઆ જતી લિજેન્ડ એરલાઈન્સની ફ્લાઈટમાં સવાર ઓછામાં ઓછા 21 મુસાફરો ગુજરાતના હતા અને બુધવારે પરત ફર્યા હતા. ગુજરાત સ્ટેટ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ મુસાફરોની પૂછપરછ શરૂ કરી કે, તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરી રેકેટનો ભાગ છે કે નહી.
ગુજરાત પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરો અને તેમના સંબંધીઓની હવે રાજ્ય CID દ્વારા પૂછપરછ કરવામાં આવશે કે, તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશન રેકેટનો ભાગ હતા કે કેમ.
બુધવારે, યુએઈના ફુજૈરાહથી નિકારાગુઆના માર્ગે ફ્રાન્સના વર્ટી ખાતે ડોક કરાયેલી ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર 276 ભારતીયોમાંના ગુજરાતના 21 મુસાફરો ગુજરાત પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, મુસાફરો બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, આણંદ અને પાટણ જિલ્લાના રહેવાસી છે. માનવ તસ્કરી અને ગેરકાયદેસર ઈમિગ્રેશનના કથિત રેકેટની તપાસ માટે રાજ્ય CID ની ટીમો બનાવવામાં આવી છે, જે એજન્ટોને શોધી કાઢવા માટે કે જેમણે ગુજરાતી રહેવાસીઓને નિકારાગુઆ જવા માટે મદદ કરી હશે, જ્યાંથી તેઓ કથિત રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
જોકે જિલ્લા પોલીસની ટીમોએ આ રેકેટમાં સંડોવાયેલા લગભગ છ ગુજરાતી એજન્ટોને શોધવાનું શરૂ કર્યું છે, CID ના પોલીસ અધિક્ષક, સંજય ખરાતે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, CID ની ટીમો હવે 21 મુસાફરોની પૂછપરછ શરૂ કરશે. “21 મુસાફરો ગુજરાત પરત ફર્યા છે,” ખરાતે બુધવારે આ વાત અખબારને જણાવી હકી. તેઓ મોટે ભાગે ઉત્તર ગુજરાતના છે – મોટે ભાગે મહેસાણા, ગાંધીનગર અને આણંદ જિલ્લામાંથી. આમાંથી કેટલાક અન્ય જિલ્લાના પણ છે. અમારી પાસે અત્યાર સુધી કુલ 21 લોકોની યાદી છે, જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે ઇમિગ્રેશન વિભાગ તરફથી સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છીએ. CID ટીમો હવે તેમની મુસાફરીની વિગતો મેળવવા માટે તેમનો સંપર્ક કરશે. અમે ટેકનિકલ પૃથ્થકરણનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ તે જાણવા માટે કે, શું તેમના માટે કોઈ સામાન્ય સંપર્ક છે. અમે નિકારાગુઆની મુસાફરીના તેના હેતુની તપાસ કરી રહ્યા છીએ અને અમને શંકા છે કે, તે ગેરકાયદેસર ઇમિગ્રેશન (યુએસ અથવા કેનેડા) જવાનો એક ભાગ છે. મુસાફરોના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવશે.
ખરાતે કહ્યું કે, CID એ પણ તપાસ કરશે કે પ્રવાસ માટે તૈયાર કરાયેલા દસ્તાવેજો અસલી છે કે નકલી. “અમે મુસાફરોની પૂછપરછ પણ કરીશું કે શું તેઓને એજન્ટો દ્વારા ખોટા વચનો આપવામાં આવ્યા હતા. CID પાસે કેટલીક લીડ છે અને અમે પુરાવા સાથે તેને સમર્થન આપવા માટે રાહ જોઈ રહ્યા છીએ. કૌભાંડમાં સામેલ એજન્ટો સામે ગુનો નોંધવામાં આવશે”.
આ પણ વાંચો – ફ્રાંસમાં ફસાયેલા 276 ભારતીયોને લઈને ભારત પહોંચી ફ્લાઈટ, કેટલાકે પરત ફરવાનો ઈન્કાર કર્યો, જાણો કારણ
આ દરમિયાન, મહેસાણા જિલ્લા પોલીસે એજન્ટ કિરણ પટેલને શોધવા માટે તેમના કાર્યક્ષેત્રમાં શોધખોળ હાથ ધરી હતી, જેનું નામ નિકારાગુઆની વર્તમાન ફ્લાઇટમાં સપાટી પર આવ્યું હતું.
મહેસાણા જિલ્લાના વતની કિરણ પટેલ ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં જાણીતા ઓપરેટર છે અને હવે તે અમદાવાદમાં હોવાનું માનવામાં આવે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, ફ્રાંસમાં ફ્લાઇટ ગ્રાઉન્ડ થયા પછી તે ક્યાં જતા રહયા તે વાત અજ્ઞાત છે.





