/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/indian-railway-ahmedabad-haridwar-train.png)
જીંદથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં એક મુસાફર પોતાની સાથે પોટાશ ગન લઈને જઈ રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર: Express Photo)
Ahmedabad Haridwar Train Ticket Route Details: ઉનાળામાં મે મહિનામાં હરિદ્વાર ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર બહુ ઉપયોગી છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદ સાબરમતી સ્ટેશન થી હરિદ્વાર માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી હરિદ્વાર માટે મે મહિનામાં ચાર - ચાર સ્પેશિયલ ટ્રેન દોડશે. હરિદ્વારથી અમદાવાદ રિટર્ન આવવા માટે પણ આ ટ્રેન ઉપલબ્ધ થશે. અમદાવાદ સાબરમતી રેલવ સ્ટ્રેશન થી સાંજે આ ટ્રેન ઉપડશે જે 24 કલાકમાં હરિદ્વાર પહોંચાડશે. આ સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ શરૂ થઇ ગયું છે. અમદાવાદ - હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનની તારીખ, રૂટ, ટિકિટ ભાડું સહિત તમામ વિગત
અમદાવાદ - હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન (Ahmedabad Haridwar Train)
ઉનાળામાં મોટી સંખ્યામાં લોકો હરિદ્વાર ફરવા જવા માટે જાય છે. પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ ભારતીય રેલવે દ્વારા અમદાવાદ થી હરિદ્વારા માટે ખાસ 4 - 4 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ સાબરમતી થી હરિદ્વાર ટ્રેન નંબર 09425 છે. અમદાવાદ સાબરમતી હરિદ્વારા ટ્રેન 14, 17, 20 અને 23 મે, 2024ના રોજ દોડશે. આ ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી સાંજે 6.45 કલાકે ઉપડશે જે બીજા દિવસે સાંજે 19 કલાકે હરિદ્વાર પહોંચશે.
હરિદ્વાર થી અમદાવાદ ટ્રેન ( Haridwar Ahmedabad Train)
હરિદ્વાર થી અમદાવાદ પરત આવવા માટે રેલવે વિભાગ દ્વારા હરિદ્વાર સાબરમતી અમદાવાદ 09425 ટ્રેન દોડાવાશે. અમદાવાદ સાબરમતી સ્ટ્રેશન આવવા માટે હરિદ્વાર થી આ ટ્રેન 15 મે, 18 મે, 21 મે અને 24 મેના રોજ રાત્રે 9.45 કલાકે ઉપડશે, જે બીજા દિવસે રાત્રે 9.30 કલાકે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પહોંચાડશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/haridwar-.jpg)
અમદાવાદ - હરિદ્વાર ટ્રેન રૂટ અને સ્ટોપેજ (Ahmedabad Haridwar Train Route)
અમદાવાદ સાબરમતી - હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન શરૂ થતા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના લોકોને હરિદ્વાર જવામાં ઘણી સુવિધા મળશે. આ ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, જવાઇબાંધ, ફાલના, રાણી, મેવાડ જંક્શન, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, નિમ કા થાના, નારનોલ, રેવારી, ગોરેગાંવ, દિલ્હી કનોટ, દિલ્હી, ગાજિયાબાદ, મેરઠ સિટી અને મુઝ્ઝફરનગર થઇ હરિદ્વાર પહોંચશે.
અમદાવાદ હરિદ્વાર ટ્રેનમાં કેટલા કોચ છે?
અમદાવાદ સાબરમતી હરિદ્વાર ટ્રેન કૂલ 18 કોચની છે. જેમાં 2 3એસી કોચ, 12 સ્લીપર કોચ, 2 જનરલ કોચ અને 2 દિવ્યાંગ માટેના કોચ છે.
આ પણ વાંચો | Train Ticket: ચાર્ટ તૈયાર થયા બાદ ચાલતી ટ્રેનમાં મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ, જાણો કેવી રીતે
અમદાવાદ સાબરમતી હરિદ્વાર ટ્રેન ભાડું (Ahmedabad Haridwar Train Ticket)
ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ અમદાવાદ સાબરમતી હરિદ્વાર ટ્રેન ભાડાની વાત કરીયે તો સ્લીપર કોચનું ભાડું 685 રૂપિયા અને 3એસી કોચનું ભાડુ 1755 રૂપિયા છે. આ ટ્રેન ટિકિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે. તમે ઓનલાઇન કે ઓફલાઇન ટ્રેન ટિકિટ બુક કરાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us