ડ્રગ્સ રેકેટ: પોરબંદર નજીક ભારતીય દરિયાઈ સીમામાંથી 3300 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ઝડપાયું, પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ

Drugs racket, ડ્રગ્સ રેકેટ : ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારની 3300 કિલો ડ્રગ્સ મળી આવી છે.

Drugs racket, ડ્રગ્સ રેકેટ : ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારની 3300 કિલો ડ્રગ્સ મળી આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
drugs racket, drugs racket in Gujarati, drugs caught in indian aritime boundary

ભારતીય દરિયાઈ સીમામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું - photo - social media

Drugs racket, ડ્રગ્સ રેકેટ : ગુજરાતના પોરબંદર નજીક ભારતીય દરિયાઈ સીમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અત્યાર સુધીમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારની 3300 કિલો ડ્રગ્સ મળી આવી છે. આ ઉપરાંત 5 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ગુજરાતમાં મુંદ્રા પોર્ટ પર 3000 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ મામલે NCB આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.

Advertisment

ડ્રગ્સ રેકેટ : વિવિધ ડ્રગ્સ મળીને કુલ 3300 કિલો જથ્થ ઝડપાયો

જણાવવામાં આવી રહ્યું છે કે જપ્ત કરાયેલા 3300 કિલો ડ્રગ્સમાંથી 3089 કિલો હશિશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન છે. નેવીનું કહેવું છે કે તાજેતરના સમયમાં આ તેના પ્રકારની સૌથી મોટી રિકવરી છે. આ કેસમાં પકડાયેલા વિદેશીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. સર્વેલન્સ મિશન પર P8I LRMR એરક્રાફ્ટના ઇનપુટ્સના આધારે, ભારતીય નૌકાદળના મિશન જહાજને દાણચોરીમાં રોકાયેલા શંકાસ્પદને અટકાવવા માટે વાળવામાં આવ્યું હતું.

drugs racket, drugs racket in Gujarati, drugs caught in indian aritime boundary
ભારતીય દરિયાઈ સીમામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું - photo - social media

ડ્રગ્સ રેકેટ : ભારતીય નૌકાદળનું શું કહેવું છે?

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી દવાઓ ઈરાનથી લાવવામાં આવી રહી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જહાજમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. કાર્યવાહી કરીને બોટમાં સવાર 5 ક્રૂ મેમ્બરને પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા જહાજમાંથી પકડાયેલા પાંચ આરોપીઓ પાકિસ્તાની હોવાની આશંકા છે.

Advertisment

ડ્રગ્સ રેકેટ : પાંચેય પેડલરોને મોડી રાત્રે પોરબંદરમાં ગુપ્ત સ્થળે ખસેડાયા

ઈરાની બોટમાં 3000 કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચેય પેડલરોને સુરક્ષા એજન્સીઓ દ્વારા મંગળવારની મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા હતા. બોટ અને ડ્રગ્સ સાથે પોરબંદર લાવવામાં આવેલા હાથ તમામ પેડલરોને ગુપ્ત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ કિસ્સામાં સંભવત: બુધવારે સુરક્ષા એજન્સીઓ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી અપાશે.

બ્રેકિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત દેશ