આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ બનશે PM મોદીનું સુરક્ષા કવચ

International Women's Day Special Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગુજરાત મહિલા પોલીસ માટે ઐતિહાસિક બની રહેશે. ગુજરાત મહિલા પોલીસ PM મોદી માટે સુરક્ષા કવચ બની દેશમાં નવી મિશાલ બનાવશે. ગુજરાત પ્રવાસે આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારી ખાતેના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની તમામ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે.

Written by Haresh Suthar
March 06, 2025 18:41 IST
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ બનશે PM મોદીનું સુરક્ષા કવચ
International Women's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ બનશે PM મોદીનું સુરક્ષા કવચ

Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ દેશ માટે નવી મિશાલ બનશે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રે સફળતાના સોપાન સર કરી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી ગુજરાત મહિલા પોલીસ સંભાળશે. 2 હજારથી વધુ મહિલા પોલીસ કર્મીઓ પીએમ મોદીનું સુરક્ષા કવચ બનશે.

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું કે, 8મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ મહિલાઓ સહભાગી થવાની છે ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માત્ર મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજનાર આ કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ મોટો સંદેશો આપશે.

PM મોદી લખપતિ દીદી કાર્યક્રમ ખાસ કેમ બનશે?

  • વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા જવાબદારી મહિલા પોલીસ કર્મીઓના શીરે રહેશે
  • ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણેના નેતૃત્વમાં મહિલા કર્મીઓનું સુરક્ષા કવચ
  • પોલીસ અધિકારીઓ અને 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ ખડે પગે તૈનાત રહેશે
  • વડાપ્રધાનની સુરક્ષા મહિલા પોલીસના હાથમાં હોવાની દેશની પ્રથમ ઘટના બનશે
  • હેલિપેડથી લઇને રુટ અને કાર્યક્રમ સ્થળ સહિત સુરક્ષા મહિલા પોલીસ કરશે

તેમણે વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા આ નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડાપ્રધાનના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને સભા સ્થળ સહિતની સપૂર્ણ વ્યવસ્થાઓ ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.

ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુર્ણા તોરવણે સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી રહેશે. કાર્યક્રમની વ્યવસ્થા અને સમગ્ર બંદોબસ્ત માટે 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પી.એસ.આઇ., 61 મહિલા પી.આઇ., 19 મહિલા ડી.વાય.એસ.પી., 5 મહિલા એસ.પી., એક મહિલા ડી.આઇ.જી. અને એક મહિલા અધિક પોલીસ મહાનિદેશક તૈનાત રહેશે.

ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌ પ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે.

બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કર્મચારીઓ માત્ર પાર્કીંગ અને ટ્રાફીક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ