IPL 2023 chennai super kings vs Gujarat titans pitch Report : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નો ખિતાબી મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે 28 મેની સાંજે 7.30 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. પરંતુ IPL 16ની ફાઇનલ મેચનના દિવસે જ સાંજના 6થી 8 વાગ્યા વચ્ચે બે કલાકમાં અમદાવાદમાં 41 મિની વરસાદ થયો હતો. જેના કારણે આઇપીએલની ફાઇનલ મેચ બંધ રહી હતી. જોકે, આજે 29 મેના રોજ આ મેચ રમાવાની છે.
બીજી તરફ હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી ભવિષ્યવાણીમાં 29 મેના દિવસ પણ વરસાદ થવાની સંભાવના છે. 29 મે 2023ના રોજ વરસાદના કારણે મેચ ન રમાય તો ટેબલ ટોપર હોવાના કારણે ગુજરાત ટાઇટન્સ ટીમને આઇપીએલ 2023ની ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.
હવામાન વિભાગ પ્રમાણે 29 મે 2023ના રોજ અમદાવાદના આકાશમાં મોટાભાગે વાદળો છવાયેલા રહેશે. બપોરે કેટલાક જગ્યાએ છાંટા પડવાની સંભાવના છે. અમદાવાદમાં વરસાદ પડવાની 40 ટકા સંભાવના છે. વીજળી પડવાની 24 ટકા શક્યતા છે. દિવસના સમાયે અધિક્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
દિવસમાં હ્યુમિડીટી 45 ટકા રહેવાની સંભાવના છે. જોકે, દિવસના 11 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ તડકો દેખાયો હતો. મેચના થોડા કલાક પહેલા વાદળો ઘેરાવાની સંભાવના છે. જોકે, સાત વાગ્યા પછી આસમાન ચોખ્ખું રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં સોમવાર અને મંગળવારમાં ફરીથી વરસાદ પડવાની શક્યતા
એક્યુવેધર અનુસાર સવારના સમય તડકો રહ્યો હતો. દિવસ આગળ વધવાની સાથે સાથે આકાશમાં વાદળો છવાશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારના દિવસે ગુજરાતના વિવિધ ભાગોમાં વરાસદની શક્યા છે.
આ પણ વાંચોઃ- બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં દરબાર રદ, 1 જૂને રાજકટમાં કરશે દરબાર
આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદની સાથે સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાશે.સૌરાષ્ટ્રના જિલ્લામાં રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો, પીચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ઉપર આ સીઝન ઉચ્ચ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. આ સિઝનમાં અત્યાર સુધી 8 ઇનિંગ્સમાં પહેલીવાર ઇનિંગ્સની સરેરાશ 193 રન રહ્યો છે. આમાંથી પાંચ મેચમાં પહેલી બેટિંગ કરનારી ટીમે જીતી છે. કુલ મળીને આ આઇપીએલમાં પહેલા બેટિંગ કરનાર ટીમે વધારે સફળતા મેળવી છે. જેમણે અત્યાર સુધીમાં 40 મેચ જીતી છે અને 32 મેચ હારી છે.





