અમદાવાદ : IPS અધિકારી રાજન સુસરાના પત્નીએ થલતેજના બંગ્લોમાં ગળેફાંસો લગાવી આપઘાત કરતા હડકંપ

IPS Officer Rajan Susra Wife Committed Suicide : થલતેજ (Thaltej) ના શાંગ્રિલા બંગ્લોઝ (Shangri-La Bungalows) માં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરા અમદાવાદમાં જ હતા, તેઓ વહેલી સવારે ઉઠ્યા ત્યારે તેમણે જ તેમના પત્ની શાલુબેન (Shaluben) ને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા, અને આપઘાત મામલે પોલીસને જાણ કરી.

IPS Officer Rajan Susra Wife Committed Suicide : થલતેજ (Thaltej) ના શાંગ્રિલા બંગ્લોઝ (Shangri-La Bungalows) માં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરા અમદાવાદમાં જ હતા, તેઓ વહેલી સવારે ઉઠ્યા ત્યારે તેમણે જ તેમના પત્ની શાલુબેન (Shaluben) ને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા, અને આપઘાત મામલે પોલીસને જાણ કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Police

ગુજરાત પોલીસ (પ્રતિકાત્મક તસવીર)

IPS Officer Rajan Susra Wife Committed Suicide : અમદાવાદના થલેતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રિલા બંગ્લોઝના ઘરમાં આઈપીએસ અધિકારી રાજન સુસરાના પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના સમાચારથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો, બોડક દેવ પોલીસ ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા શાંગ્રિલા બંગ્લોઝમાં રહેતા આઈપીએસ રાજન સુસરાના પત્ની શાલુબેન આજે વહેલી સવારે તેમના ઘરમાં જ ગળેફાંસો લગાવેવી હાલતમાં મળી આવ્યા હતા, આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, અને લાસ નીચે ઉતારી પીએમ માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે.

કોણ છે આઈપીએસ અધિકારી રાજન સુસરા

તમને જણાવી દઈએ કે, રાજન સુસરા આઈપીએસ અધિકારી છે, અને હાલમાં વલસાડ મરીન સિક્યોરીટીમાં એસપી તરીકે ફરજ બજાવે છે.

કેવી રીતે ખબર પડી

થલતેજના શાંગ્રિલા બંગ્લોઝમાં રહેતા આઈપીએસ અધિકારી રાજન સુસરા અમદાવાદમાં જ હતા, તેઓ વહેલી સવારે ઉઠ્યા ત્યારે તેમણે જ તેમના પત્ની શાલુબેનને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોયા, તેમણે પોલીસને જાણ કરી અને બોડકદેવ પોલીસ સ્થળ પર દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisment

કેમ આપઘાત કર્યો?

આઈપીએસના પત્ની શાલુબેને આપઘાત કેમ કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ તેમના ભાણેજ દ્વારા મીડિયાને જણાવ્યા અનુસાર, શાલુબેન તેમના માસી થાય છે, જેઓ ગઈકાલે રાત્રે જ સુરતથી અમદાવાદ આવ્યા હતા, ચાર-પાંચ દિવસથી બધા લગ્નમાં હતા, કાકા બપોરે અમદાવાદ આવ્યા હતા. કેમ આવુ પગલુ ભર્યું ખબર નથી.

આ પણ વાંચો - Death by drinking Ayurveda syrup : ગુજરાત : આયુર્વેદ સિરપ પીવાથી 3 ના મોત! પોલીસે તપાસ શરૂ કરી

ડીસીપી તરુણ દુગ્ગલે આ મામલે જણાવ્યું છે કે, પોલીસની ટીમને આપઘાતની જાણ થતા અધિકારીઓ સહિત સ્ટાપ પહોંચી ગયા હતા, હાલમાં બોડીને પીએમ માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવી છે. મોત પાછળનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ ટીમ પુછતાછ કરી રહી છે. તમામ એન્ગલથી આપઘાત બાબતે તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત