Gujarat ISIS Module Busted : ગુજરાતમાં એટીએસ દ્વારા ISISના મોટા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSએ એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. આ તમામ અફઘાનિસ્તાન થઈને ઈરાન જવાની તૈયારી કરી રહ્યા હતા અને બાદમાં તેઓ આઈએસઆઈએસમાં સામેલ થવાના હતા. તપાસ એજન્સીએ આ આરોપીઓ પાસેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે ISIS કટ્ટરપંથી વીડિયો બતાવીને યુવાનોને ગેરમાર્ગે દોરે છે, તે જ તર્જ પર આ આરોપીઓ પણ અહીં ગુજરાતમાં આ મોડિયુલ પર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા.
ISIS (K) સાથે આરોપીનું કનેક્શન
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ATSએ શ્રીનગરમાંથી ત્રણ અને સુરતમાંથી એક મહિલાની ધરપકડ કરી છે. આ તમામનું ISIS (K) સાથે કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તમામ આરોપીઓ છેલ્લા એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને સતત વાતચીત પણ કરતા હતા. નક્કી કરવામાં આવ્યું હતું કે, તે દેશમાંથી ભાગી જશે અને પછી ISISમાં જોડાશે.
પરંતુ તે મિશન સફળ થાય તે પહેલા જ આ ધરપકડ થઈ ગઈ છે. ધરપકડ કરાયેલા ચારેય લોકો ગુજરાતની ગુપ્ત માહિતી ISISને મોકલતા હોવાનો મોટો આરોપ છે. હવે આ માહિતી શું હતી, કોની સાથે તેનો સંબંધ હતો, તે હજુ સ્પષ્ટ નથી. મોટી વાત એ છે કે, આ ઓપરેશન સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે, દ્વારકામાં ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું, પરંતુ ત્યાંથી એક ટીમ ગુપ્ત રીતે પોરબંદર જવા રવાના થઈ હતી અને ત્યારબાદ આ મહત્વની ધરપકડ થઈ હતી.
આ પણ વાંચો – સુરત: રત્ન કલાકાર પરિવારના ચાર સભ્યોએ આપઘાતનો કર્યો પ્રયાસ, પુત્ર-પુત્રી અને માતાનું મોત, પિતાની હાલત ગંભીર
એમપીમાં ISIS મોડ્યુલ પણ સામે આવ્યું છે
જો કે, જે ISIS મોડ્યુલનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે અન્ય ઘણા રાજ્યોમાં પણ સામે આવ્યો છે. કેરળમાંથી અનેક પ્રસંગોએ આવા અહેવાલો આવ્યા છે, જમ્મુ અને કાશ્મીરને લઈને પણ વિવિધ પ્રકારના ઈનપુટ મળ્યા છે. તાજેતરમાં NIA અને ATSએ સંયુક્ત રીતે મધ્યપ્રદેશમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ત્રણેય આતંકવાદી મોડ્યુલ પર પણ કામ કરી રહ્યા હતા. તે સમયે તપાસ એજન્સીએ 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ ત્રણ મહત્વની ધરપકડ કરવામાં આવી હતી.





