તથ્ય પટેલ વધુ એક અકસ્માત કેસમાં ભરાયો : ગાંધીનગરમાં એક મંદિરમાં પણ માતેલા સાંઢની જેમ ઘુસાડી હતી કાર

Tathya Patel Third accident case : ઈસ્કોન બ્રિજ અકસ્માત (iskcon bridge accident) માં 10 લોકોના મોત બાદ નબીરા તથ્ય પટેલના અકસ્માતના એક પછી એક રહસ્યો સામે આવી રહ્યા છે. ત્રીજો કેસ ગાંધીનગર (Gandhinagar) માં એક મંદિરમાં કાર ઘુસાડવાને લઈ સાંતેજ પોલીસ સ્ટેશન (Santej police Station) માં નોંધવામાં આવ્યો છે.

Tathya Patel Third accident case : ઈસ્કોન બ્રિજ અકસ્માત (iskcon bridge accident) માં 10 લોકોના મોત બાદ નબીરા તથ્ય પટેલના અકસ્માતના એક પછી એક રહસ્યો સામે આવી રહ્યા છે. ત્રીજો કેસ ગાંધીનગર (Gandhinagar) માં એક મંદિરમાં કાર ઘુસાડવાને લઈ સાંતેજ પોલીસ સ્ટેશન (Santej police Station) માં નોંધવામાં આવ્યો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Tathya Patel | Gandhinagar Accident | iskcon bridge accident | santej police station

તથ્ય પટેલ વિરુદ્ધ ત્રીજો કેસ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો

Tathya Patel Accident Case : નબીરા તથ્ય પટેલના એક પછી એક કારનામા સામે આવી રહ્યા છે. ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત માટે જવાબદાર આરોપી તથ્ય પટેલ સામે વધુ એક અકસ્માતનો કેસ ગાંધીનગરમાં નોંધાવામાં આવ્યો છે. આ પહેલા તથ્ય પટેલ સામે સિંધુભવન રોડ પર રેસ્ટોરન્ટ કાફેમાં થાર ગાડી ઘુસાડવાના શંકાસ્પદ મામલામાં કેસ નોંધાવામાં આવ્યો હતો, આ સિવાય ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મોત મામલે પણ કેસ નોંધાયેલો છે.

Advertisment

પ્રાપ્ત માહિતી મુજબ તથ્ય પટેલે 6 મહિના પહેલા ગાંધીનગરમાં એક મંદિરમાં ગાડી ઘુસાડી દીધી હોવાનો કેસ હવે નોંધાયો છે. ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે અકસ્માતનો વધુ એક ગુનો નોધવામાં આતા તેની સામે ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે.

તથ્ય પટેલ - શું છે ત્રીજો કેસ

ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તથ્ય પટેલે ગાંધીનગરથી ભાગોડે સાણંદ જતા રોડ પર એક બળિયાદેવના મંદિરમાં આજથી 6 મહિના 1-1-2023 ના રોજ વહેલી સવારે 3થી 5ના સમયમાં ગાડી નંબર જીજે 01 ડબલ્યુકે 0093 કાર મંદિરના પિલ્લરમાં ઘુસાડી દેવામાં આવી હતી, જેમાં 20,000નું નુકશાન થયું હતું. આ મામલે ગામના પૂર્વ સરપંચ દ્વારા તથ્ય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તથ્ય પટેલ - શું છે બીજો કેસ

તથ્ય પટેલ સામે આ પહેલા સિંધુ ભવન રોડ પર એક રેસ્ટોરન્ટ કાફેની દિવાલ સાથે થાર ગાડી અથડાવવાના મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેસ્ટોરન્ટ માલિક શાહની ફરિયાદ મુજબ, 3 જુલાઈના રોજ સવારે લગભગ 3:45 વાગ્યે, તેમને મૌવ રેસ્ટોરન્ટના સિક્યોરિટી ગાર્ડનો ફોન આવ્યો – જે તેcની માલિકી છે – તેમને જાણ કરવામાં આવી હતી કે, થાર ગાડીના ડ્રાઈવરે રેસ્ટોરન્ટની કમ્પાઉન્ડ વોલના એક ભાગને નુકસાન પહોંચાડ્યું છે. શાહે જણાવ્યું હતું કે, ત્યારબાદ તેમણે આ મામલે ફરિયાદ ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે, તેનાથી લગભગ 20,000 રૂપિયાનું ‘નજીવું’ નુકસાન થયું હતું. તેમણે તેની રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાની તપાસ કરી હતી. શાહે જો કે જણાવ્યું હતું કે, ઇસ્કોન ફ્લાયઓવર અકસ્માત બાદ જગુઆર કાર અને થાર કારનો એક જેવો રજીસ્ટ્રેશન નંબર હોવાનું જાણ્યા બાદ તેમણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.

Advertisment

તથ્ય પટેલ - શું છે પ્રથમ કેસ

19 જુલાઇના રોજ રાત્રે આશરે 1 વાગ્યે એસજી હાઇવે ઉપર આવેલા ઇસ્કોન બ્રિજ ઉપર એક થાર જીપ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને જોવા અને મદદ કરવા માટે લોકોનું ટોળું ભેગું થયું હતું. આ સમયે ઓવર સ્પીડે જતી જેગુઆર કારે આ ટોળાને અડફેટે લીધું હતું. જેના પગલે અમદાવાદના ઇતિહાસનો સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પહેલા નવ લોકો અને પછી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ જેગુઆર કારની અડફેટે આવી જતા 10 લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર શહેર અને ગુજરાત આખું હચમચી ગયું હતું.

તથ્ય પટેલ કોણ છે?

તથ્ય પટેલ 19 વર્ષનો સુખી સંપન્ન ઘરનો યુવાન છે. જેના પર આરોપ છે કે, તેમે ભારે સ્પીડ સાથે કાર હંકારી ટોળાને ફંગોળ્યા જેમાં 9 લોકોના મોત થયા છે. તથ્ય પટેલના પિતાનું નામ પ્રજ્ઞેશ પટેલ છે, જે એક બિલ્ડર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, અને ગોતા રહે છે. સૂત્રો અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે તથ્યની સાથે કારમાં એક યુવતી અને અન્ય યુવાન પણ હતો, પોલીસ તેમની પણ તપાસ કરી રહી છે, અને તેમને શોધીને તેમના નિવેદન લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. તથ્ય પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મની સામે એક હરે શાંતિ બંગ્લોમાં રહે છે.

તથ્ય પટેલ - ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ - અપડેટ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે FSLના રિપોર્ટમાં કારની સ્પીડનો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટમાં કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. અકસ્માત મામલે તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે સોમવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો - અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત – આરોપી તથ્ય પટેલ કોણ છે? પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ ગેંગરેપનો આરોપ

તપાસ માટે કમિટીની રચના

ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાને લઇને તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદી, SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી સાગઠિયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના એચ.જી કટારિયાનો કમિટીમાં સમાવેશ કરાયો છે.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત ગુજરાત પોલીસ અમદાવાદ