જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે બિન હરીફ, શનિવારે પદગ્રહણ સમારોહ

ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા છે. શુક્રવારે બપોરે તેમણે ઉમેદવારી નોંધાવી હતી જેમની સામે અન્ય કોઇએ ફોર્મ ભર્યું ન હતું.

ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા છે. શુક્રવારે બપોરે તેમણે ઉમેદવારી નોંધાવી હતી જેમની સામે અન્ય કોઇએ ફોર્મ ભર્યું ન હતું.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Jagdish Vishwakarma Gujarat BJP President Election 2025

Jagdish Vishwakarma: જગદીશ વિશ્વકર્મા એ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી. (ફોટો ક્રેડિટ ગુજરાત ભાજપ સોશિયલ)

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી કામગીરી પૂર્ણ થઇ છે અને નવા પ્રદેશ અધ્યક્ષ શનિવારે પદગ્રહણ કરશે. જગદીશ વિશ્વકર્મા એ શુક્રવાર બપોરે ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે અન્ય કોઇ ઉમેદવારી ન આવતાં તેઓ બિનહરીફ બન્યા છે. આ સાથે ગુજરાત ભાજપને ત્રીજા ઓબીસી પ્રમુખ મળ્યા છે.

Advertisment

શાંત અને સૌમ્ય પ્રકૃતિના જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. બુથ ઇન્ચાર્જથી રાજકીય સફર શરુ કરનાર જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બની સીઆર પાટીલના અનુગામી બનશે. 2જી ઓક્ટોબરે ભાજપ પ્રદેશ તરફથી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જે માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

જગદીશ વિશ્વકર્મા : શનિવારે પદગ્રહણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના રુપમાં ભાજપને વધુ એક OBC ચહેરો મળ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા કન્વિનરની એક યાદીમાં જણાવ્યા મુજબ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કામગીરી પૂર્ણ થઇ છે અને શનિવારે સવારે 10 કલાકે શ્રીકમલમ ખાતે ચૂંટણી પરિણામની જાહેરાત કરાશે અને નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાશે.

જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષ , ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ચૂંટણી , Jagdish Vishwakarma Gujarat BJP President

જગદીશ વિશ્વકર્મા બિનહરિફ

Advertisment

કોણ છે જગદીશ વિશ્વકર્મા? વ્યક્તિગત અને રાજકીય પરિચય

ગુજરાતની વર્તમાન ભાજપ સરકારના રાજ્યમંત્રી એવા જગદીશ વિશ્વકર્મા નિકોલ મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમને સરકાર અને સંગઠન બંનેનો બહોળો અનુભવ છે. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ભલે તે રાજ્યકક્ષાના મંત્રી છે પરંતુ એમનું કદ વધુ છે. તેઓ ગુજરાત સરકારમાં કુટીર ઉદ્યોગ, સહકાર, પ્રોટોકોલ, માર્ગ અને મકાન વિભાગ સહિત મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે.

જગદીશ વિશ્વકર્મા વ્યક્તિગત પરિચય

  • જન્મ - 12 ઓગસ્ટ 1973, અમદાવાદ
  • પુરુનામ - જગદીશ ઈશ્વરભાઇ વિશ્વકર્મા (પંચાલ)
  • અભ્યાસ - બી.એ, ગુજરાત યુનિવર્સિટી
  • વ્યવસાય - ઉદ્યોગપતિ
  • જીવનસાથી - અલકાબેન પંચાલ

રાજકીય કારકિર્દી

  • જગદીશ વિશ્વકર્મા એ રાજકારણમાં જોડાયા બાદ 1998 માં ઠક્કરબાપા વિસ્તારમાં બુથ ઇન્ચાર્જ તરીકે મહત્વની જવાબદારી સાથે રાજકીય સફર શરુ કરી હતી.
  • 2012 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ નિકોલ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
  • 2013 માં ગુજરાત ભાજપના ઉદ્યોગ સેલ કન્વીનર અને બાદમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.
  • 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ નિકોલ બેઠક પરથી ચૂંટાયા હતા.
  • 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ફરી સતત ત્રીજી વખત ચૂંટાયા અને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું.
  • વર્તમાન ગુજરાત સરકારમાં તે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી, પ્રોટોકોલ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્યન સહિત વિભાગ સંભાળી રહ્યા છે.

'ભારતના વડાપ્રધાન' મુદ્દાથી વધુ ચર્ચા

જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યકરથી લઇને ગુજરાત સરકારના મંત્રી સુધીની સફર જાણીતી છે. પરંતુ વર્ષ 2025માં 'ભારતના વડાપ્રધાન' મુદ્દાથી તેઓ વધુ ચર્ચામાં આવ્યા હતા. વાત એવી હતી કે એમનું X (ટ્વિટર) એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું હતું અને હેકરે એમની પ્રોફાઇલ બદલીની લખ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાન છે. જે મામલે સાયબર ક્રાઈમ વિભાગમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે આ વિવાદે રાજકીય ધ્યાન ખેંચ્યું હતું.

મોહનદાસથી મહાત્મા, અહીં જાણો ગાંધીજીના પ્રેરક પ્રસંગ

અહીં નોંધનિય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ટર્મ પૂર્ણ થઇ ગયા બાદ લાંબા સમયથી આ મામલે ચર્ચાઓ ચાલતી હતી કે હવે કોણ? જે અટકળોનો હવે અંત આવ્યો છે.

ગુજરાત ગુજરાતી ન્યૂઝ ભાજપ