Jamnagar News : જામનગરમાં ભાજપની ત્રણ મહિલાઓ નેતાઓ વચ્ચે ચપ્પલ મામલે થયેલા કકળાટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જામનગર ધારાસભ્ય રિવા બા સાંસદ પૂનમબેન માડમ અને મહિલા મેયરને ખરૂ ખોટુ સંભળાવતા નજરે પડી રહ્યા છે, રિવા બાના ચહેરા પર ગુસ્સો જોવા મળ્યો હતો. કઈ બાબતે વિવાદ ઉભો થયો તે, તેમણે બાદમાં મીડિયાને જણાવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં કોર્પોરેશનના એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ત્રણ મહિલા નેતાઓ રિવા બા, સાંસદ પૂનમબેન માડમ અને મહિલા મેયર બીના કોઠારી વચ્ચે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રિવાબા જાડેજા મેયરને કહી રહ્યા છે, ‘તમે તમારી ઓકાદમાં રહો’, ‘ઈલેક્શનમાં તમારૂ વડિલ પણુ બહું જોઈ લીધુ’, જેવા શબ્દો ઉચ્ચારતા રેવા જોવા મળી રહ્યા છે, સામે મેયર બોલતા દેખાય છે કે, ‘આંખો ના કાઢો, તમે મેયર સાથે વાત કરી રહ્યા છો’. તો જોઈએ શું છે આ મામલો.
જામનગર: શું છે વિવાદ?
જામનગરમાં કોર્પોરેશન દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ આપતો એક કાર્યક્રમ હતો, જેમાં ધારાસભ્ય રિવા બા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીના રાઠોડ સહિત ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો, કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિત હાજર હતા. આ સમયે શહીદોના સ્મારક પર રિવા બા એ ચપ્પલ કાઢ્યા, તે સમયે જ સાંસદ પૂનમબેન માડમે ટીપ્પણી વિવાદાસ્પદ ટિપપ્ણી કરી તેવો રિવાબા એ આક્ષેપ કર્યો છે, બસ આ ટિપ્પણી પછી જામનગર મહિલા નેતાઓ વચ્ચે બોલાચાલીનું કારણ બન્યો હોવાનું જણાવવામાં આવે છે.
રિવા બાએ શું ખુલાસો કર્યો?
બોલાચાલી વિવાદ બાદ રિવા બાએ મીડિયામાં આ મામલે ખુલાસો કર્યો, તેમણે કહ્યું કે, ‘કોર્પોરેશનનો શહિદોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ સારી રીતે ચાલી રહ્યો હતો, તે સમયે પહેલા સાંસદ પૂનમબેન માડમે શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ પાઠવી, પછી હું ગઈ તે સમયે મે શહીદોને એકસ્ટ્રા સન્માન આપવા માટે ચપ્પલ કાઢ્યા અને આગળ વધી, ત્યારે સાંસદે ટીપ્પણી કરી કે, ‘પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ નથી કાઢતા, અને અમુક ભાન વગરના લોકોને ભાન નથી પડતું, અને એકસ્ટ્રા ઓવર સ્માર્ટ થઈ ચપ્પલ કાઢે છે’, આ મે સાંભળ્યું, મે સાંસદને કહ્યું, તમારી જાહેરમાં આવી મારા પર ટીપ્પણી સારી ન કહેવાય. રિવા બાએ વધુમાં કહ્યું કે, સાંસદે જ્યારે ટિપ્પણી કરી ત્યારે મીડિયા, ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે આવું સ્ટેટમેન્ટ યોગ્ય ન કહેવાય, તેથી મારે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું.
રિવાએ કહ્યું કે, ‘મે નથી પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું, મે નથી તેમના વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું, માત્ર શહિદોને એકસ્ટ્રા સન્માન આપવા મે જેમ મંદિરમાં ભગવાના સન્માન માટે લોકો ચપ્પલ કાઢે છે, તેમ ચપ્પલ કાઢી આપણા રિયલ હીરો એવા શહીદોને એક્સ્ટ્રા સન્માન આપ્યું છે, શું આ મારી ભૂલ હતી? તમની વિવાદાસ્પદ મારા માટેની ટિપ્પણી યોગ્ય ન લાગી, જેથી મે તેમને કહી દીધુ’. રિવાબાએ મેયર બીના બેન વિવાદ મામલે કહ્યું કે, ‘તેમની સાથે મારે કોઈ વિવાદ ન હતો, પરંતુ તેઓ સાંસદનો પક્ષ લઈ બોલવા વચ્ચે આવ્યા અને મારૂ અપમાન કરવા લાગ્યા, જેથી તેમની સાથે બોલાચાલી થઈ, મે કઈ ખોટુ કર્યું ન હતું, પાર્ટી શાબાસી આપે કે, ઠપકો આપે, આ મારા આત્મસન્માનની વાત હતી.’
મેયર બીના રાઠોડે શું કહ્યું?
જામનગરમાં કોર્પોરેશનના મારી માટી મારો દેશ અભિયાન કાર્યક્રમમાં રિવાબા સાથેના વિવાદ બાદ મેયર બીનાબેન રાઠોડે આ મામલે કોઈ કોમેન્ટ કરવાનો ઈનકાર કર્યો છે, તેમણે કહ્યું કે, આ પાર્ટીનો પારિવારીક મામલો છે, હું કઈ કોમેન્ટ કરવા નથી માંગતી.
ઉલ્લેખનીય છ કે, મહાનગરપાલિકા દ્વારા આજે તળાવની પાળે ગેઇટ નં. ૧ પાસે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું મેયર બીનાબેન કોઠારીના મુખ્ય મહેમાન પદે આયોજન કરાયું હતું, આ વિવાદ બાદ ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જામનગરના ભાજપા હોદેદ્દેદારોને ફન કર્યા હોવાનું જામવા મળી રહ્યું છે, આ શાબ્દીક યુઘ્ધના પડઘા ગાંધીનગરથીદિલ્હી સુધી પડવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી જેવા શિસ્તબઘ્ધ પક્ષમાં જાહેરમાં ટોચની ચૂંટાયેલી ત્રણ મહિલાઓ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાના વિડીયો વાયરલ થતાં ભારે હડકંપ મચી ગયો છે





