/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-18T004728.850.jpg)
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બીના બેન અને સાંસદ પુનમ માડમ
Jamnagar Bjp MP Poonam Madam press conference about Controversy with MLA Rivaba Jadeja : જામનગરમાં ભાજપની ત્રણ મહિલા નેતા - ધારાસભ્ય રીવાબા જાડેજા, સાંસદ પુનમ માડમ અને જામનગરના મેયર બીના બહેન વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલીનો વીડિયો સામે આવતા રાજકારણ ગમાયુ છે. જામનગરના એક શહીદ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં રીવાબા જાડેજાના ચપ્પલ મામલે થયેલા કકળાટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિવાદ બાદ આખરે સાંસદ પુનમ માડમે મૌન તોડ્યુ છે અને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત રજૂ કરી હતી.
રીવાબા જાડેજા સાથેના વિવાદ મામલે સાંસદ પુનમ માડમે શું કહ્યું ?
રીવાબા જાડેજ સાથેના વિવાદ મુદ્દે સાંસદ પૂનમ માડમે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, રીવાબાની ગેરસમજને લીધે સમગ્ર મામલો ઊભો થયો હતો. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપી રહી છું. મેયર અને સાંસદ વચ્ચે થયેલી ચર્ચા મુદ્દે રીવાબાએ તાત્કાલિક નિર્ણય લેતા વિવાદ થયો હતો. મેયર મારા મોટા બહેન અને રીવાબા મારા નાના બહેન સમાન છે. આગામી દિવસોમાં અમે સાથે કાર્યક્રમમાં પણ જોવા મળીશું. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ ચર્ચા યોગ્ય ન હતી, માટે મે સોરી કહ્યું હતું.
ભાજપના સાંસદ પુનમ માડમે જામનગરના ધારાસભ્ય રીવાબાને સોરી કેમ કહ્યુ ?
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા સાથેના વિવાદ મામલે સાંસદ પુનમ માડમે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સોરીની વાત છે તો મે સોરી એટલા માટે કહ્યુ કે, મારી ઉપસ્થિતિમાં વાતાવરણ બગડ્યુ છે. મે રીવાબાને સોરી એટલા માટે કહ્યુ કે, આ આખી ઘટનાની વાત અહીંયા ન કરવી જોઇએ, આપણે આની ચર્ચા પછી કરીશું. તે એક બહુ સારો શહીદ શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ હતો ત્યારે આવી ઘટનાની ચર્ચા માટે તે સ્થળ યોગ્ય ન હતો, આથી મે રીવાબાને સોરી કહ્યુ હતુ. કોઇ ગેરસમજના કારણે આવું બની શકે છે. રીવાબા જાડેજા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને બહુ જલ્દીથી રિએક્શન આપે છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ છે.
જામનગરમાં રીવાબા જાડેજા- પુનમ માડમ વચ્ચે વિવાદનો શું છે સમગ્ર મામલો
જામનગર રિવાબા જાડેજા, પૂનમબેન માડમ અને બીના રાઠોડ વિવાદ - વીડિયો વાયરલ#RivaBaJadeja#Jamnagar#poonammadampic.twitter.com/PKTeqCNeko
— IEGujarati (@IeGujarati) August 17, 2023
આ પણ વાંચો | જામનગરમાં રિવાબા જાડેજા, પૂનમ માડમ અને મેયર બીના રાઠોડ વચ્ચે ‘ચપ્પલ’ને લઇને જાહેરમાં તૂ તૂ મૈ મૈ…
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં કોર્પોરેશનના એક જાહેર શહીદ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ભાજપના ત્રણ મહિલા નેતાઓ રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને મહિલા મેયર બીના કોઠારી વચ્ચે ચપ્પલ કાઢવા મામલે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં રીવાબા જાડેજા મેયરને કહી રહ્યા છે, ‘તમે તમારી ઓકાતમાં રહો’, ‘ઈલેક્શનમાં તમારૂ વડિલ પણુ બહું જોઈ લીધુ’, જેવા શબ્દો ઉચ્ચારતા રીવાબા જોવા મળી રહ્યા છે, સામે મેયર બોલતા દેખાય છે કે, ‘આંખો ના કાઢો, તમે મેયર સાથે વાત કરી રહ્યા છો’. તો જોઈએ શું છે આ મામલો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us