જામનગર : બૂટલેગરે સરકારી હોસ્પિટલમાં જઈ પાડોશીને ચપ્પાના ઘા મારી પતાવી દીધો

Jamnaar Crime : જામનગરમાં એક બુટલેગરે તેના પાડોશી મિત્ર પર પહેલા જીવલેણ હુમલો કર્યો, ત્યારબાદ હોસ્પિટલમાં જઈ ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી.

Written by Kiran Mehta
June 13, 2024 21:39 IST
જામનગર : બૂટલેગરે સરકારી હોસ્પિટલમાં જઈ પાડોશીને ચપ્પાના ઘા મારી પતાવી દીધો
જામનગરમાં બુટલેગરે પાડોશીની હત્યા કરી (પ્રતિકાત્મક તસવીર)

Jamnagar Murder : જામનગર શહેરની સરકારી જીજી હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ગુરુવારે સવારે એક કથિત દારૂની હેરાફેરી કરનાર અને તેના ત્રણ સાગરિતોએ એક મજૂરની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે સવારે 12.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પીડિતની ઓળખ ધરમરાજસિંહ ઉર્ફે ભૂરો ઝાલા (32) તરીકે થઈ હતી, જેની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

જામનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, દેશી દારૂની હેરાફેરી કરનાર અને ઝાલાનો પાડોશી જયપાલસિંહ ચુડાસમા તેના મિત્રો ઉર્મિલ ઉર્ફે ઉમો રાઠોડ, પ્રણવદીપસિંહ ઉર્ફે પાંચો વાઘેલા અને અક્ષયરાજસિંહ પરમાર સાથે ટ્રોમા કેર સેન્ટરમાં આવ્યો હતો. અને વાઘેલાએ પીડિતાને પકડી રાખ્યો અને ચુડાસમાએ ઝાલા પર છરી વડે હુમલો કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, એક કલાકની અંદર આરોપી દ્વારા પીડિત પર આ બીજો હુમલો હતો.

ઝાલાના મિત્ર સુખદેવસિંહ જાડેજાની ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે, જામનગર શહેરના સાયપ્રસ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટરના ગેટ પાસે બુધવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે ચુડાસમાએ ઝાલાને લોખંડના સળિયા વડે માથાના ભાગે માર માર્યો હતો. આ હુમલા બાદ ઝાલાના અન્ય મિત્ર રવિરાજસિંહ પરમાર પીડિતને જીજી હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં લઈ ગયા હતા. આ દરમિયાન, ઝાલાએ તેના મિત્ર જાડેજાને ફોન કર્યો, અને તેને કહે છે કે, ચુડાસમાએ તેના પર હુમલો કર્યો છે અને જાડેજાને હોસ્પિટલમાં મળવાનું કહે છે.

જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર પી પી ઝાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ઝાલાને ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી હતી. જો કે, ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.”

“હત્યા પાછળના કારણ વિશે જણાવવામાં આવ્યું છે કે, જયપાલસિંહ ચુડાસમા દારૂનું વેચાણ કરે છે અને જ્યારે પણ તે પોલીસના હાથે પકડાય છે ત્યારે તેને શંકા હતી કે, ધર્મરાજસિંહ ઉર્ફે ભુરાએ પોલીસને માહિતી આપી હતી. જયપાલ સિંહ ચૂડાસ્મા ભૂરાના ઘરે ગયો હતો અને ત્યારથી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો.”

પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, ઝાલા અને ચુડાસમા પહેલા મિત્ર જ હતા. “તેઓ નાનપણથી માત્ર મિત્રો જ નહીં પણ પડોશીઓ પણ હતા.” તેમણે વધુમાં કહ્યું, “ઝાલા છેલ્લા આઠ મહિનાથી માનસિક બીમારીની સારવાર લઈ રહ્યો હતો. આ અંગે ચુડાસમા ઝાલાને ચીડવતો હતો, ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ જે પાછળથી હિંસક બની ગઈ.”

આ પણ વાંચો – અમદાવાદમાં પત્રકારની કેમ થઈ હત્યા? થયા મોટા ખૂલાસા, 4 ની ધરપકડ – 1 ની અટકાયત

જાડેજાની ફરિયાદના આધારે પોલીસે ચુડાસમા, રાઠોડ, વાઘેલા અને પરમાર સામે આઈપીસી કલમ 302 (હત્યા), 504 (શાંતિ ભંગ કરવા માટે ઈરાદાપૂર્વકનું અપમાન) અને કલમ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો.

પીઆઈ ઝાએ કહ્યું, “હોસ્પિટલમાં બીજી વખત ઝાલા પર હુમલો કર્યા બાદ આરોપી ભાગી ગયો હતો, તેને પકડવાના પ્રયાસો ચાલુ છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ