scorecardresearch

વુમન્સ પ્રીમિયર લીગ: જામનગરની બે મહિલા ક્રિકેટર જયશ્રીબા જાડેજા અને નેહા ચાવડા આઈપીએલની હરાજી માટે શોર્ટલિસ્ટ

Women’s Premier League Auction : વુમન્સ પ્રીમિયર લીગ માટે 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં કુલ 409 ખેલાડીઓની હરાજી થશે

WPL | JAYSHREEBA JADEJA
વુમન્સ પ્રીમિયર લીગ : જામનગરની બે મહિલા ક્રિકેટર જયશ્રીબા જાડેજા અને નેહા ચાવડા આઈપીએલની હરાજી માટે શોર્ટલિસ્ટ

Women’s Premier League Player Auction List : વુમન્સ પ્રીમિયર લીગની ઉદ્ઘાટન સિઝન 4 થી 26 માર્ચ 2023 સુધી મુંબઈમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 22 મેચ રમાશે. આ મુકાબલા મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. વુમન્સ પ્રીમિયર લીગ (Women’s Premier League)માટે 13 ફેબ્રુઆરીના રોજ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટરમાં કુલ 409 ખેલાડીઓની હરાજી થશે. બીસીસીઆઈ તરફથી મહિલા પ્રીમિયર લીગ માટે હરાજીની (Women’s Premier League Auction)યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતના જામનગરની બે મહિલા ક્રિકેટરોને સ્થાન મળ્યું છે. જામનગરની જયશ્રી બા જાડેજા અને નેહા ચાવડાને હરાજી માટે શોર્ટલિસ્ટ કરી છે. બન્નેની બેઝ પ્રાઇઝ 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

જામનગરનું નામ રોશન કરે અને હજુ આગળ વધશે તેવી અપેક્ષા – કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ

આઈપીએલની હરાજી માટે શોર્ટલિસ્ટ થતા જયશ્રી બા જાડેજા અને નેહા ચાવડાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે મારા માટે ખુશીનો દિવસ છે. મને એમ હતું કે મહિલા આઈપીએલ માટે ચાર દીકરીઓના નામ આવશે પણ બે ખેલાડી જયશ્રી બા જાડેજા અને નેહા ચાવડાના નામ આવ્યા છે. જામનગરનું નામ રોશન કરે અને હજુ આગળ વધશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો – 4670 કરોડ રૂપિયામાં વેચાઇ મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો

409 મહિલા ક્રિકેટર્સની હરાજી થશે

મહિલા પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સિઝનની હરાજીમાં સામેલ થવા માટે કુલ 1525 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અંતિમ યાદીમાં 409 મહિલા ક્રિકેટર્સને શોર્ટલિસ્ટ કરી છે. 409માંથી 246 ભારતીય અને 163 વિદેશી પ્લેયર્સ છે. જેમાં 8 એસોસિયેટ દેશના છે. કુલ કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 202 છે, જ્યારે 199 અનકેપ્ડ ખેલાડી છે. પાંચ ટીમો પાસે અધિકતમ 90 સ્લોટ ઉપલબ્ધ છે. જેમાં 30 વિદેશી ખેલાડીઓ માટે છે.

આ પાંચ ટીમો રમશે

અદાણી ગ્રુપે મહિલા પ્રીમિયર લીગની એક ટીમ (10 વર્ષ માટે)ને ખરીદવા માટે સૌથી વધારે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સે 912.99 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 901 કરોડ, દિલ્હી કેપિટલ્સે 810 કરોડ અને કેપ્રી (Capri)એ 757 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં ઉતરનારી પાંચ ટીમો અમદાવાદ, બેંગલોર, લખનઉ, મુંબઈ અને દિલ્હી રહેશે. અમદાવાદ ટીમ માટે અદાણી ગ્રુપે બોલી લગાવી છે.

Web Title: Jamnagar cricketers jayshreeba jadeja and neha chavda shortlisted for womens premier league player auction list

Best of Express