Jamnagar : જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટા પાડનાર બે ડોક્ટરો સસ્પેન્ડ

Jamnagar GG Hospital Doctor Suspended : જામનગરની જીજી હોસ્પિટલના બે ડોક્ટરોને ચાલુ ઓપરેશને ફોટા પાડવા અને ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા ભારે પડ્યું

Written by Ajay Saroya
Updated : September 12, 2023 19:05 IST
Jamnagar : જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટા પાડનાર બે ડોક્ટરો સસ્પેન્ડ
જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી કરી રહેલા ડોક્ટરો. (વાયરલ ફોટો)

Jamnagar GG Hospital Doctor Suspended : જામનગરની એક હોસ્પિટલના બે ડોક્ટરોને ચાલુ ઓપરેશને ફોટા પાડવા અને ત્યારબાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા ભારે પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન એ ફોટોગ્રાફી કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આટલી ગંભીર બેદરકારી સામે આવતા બંને ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ સમગ્ર મામલે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેમાં ત્રણ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે.

જામનગરની જીજી હોસ્પિટલના નોડલ ઓફિસર એસએસ ચેટરજીએ વિગત આપતા જણાવ્યું કે, બંને ડોક્ટરો દ્વારા જે ફોટો સેશન્સ કરવામાં આવ્યું છે તે નિયમની વિરુદ્ધ છે અને બંને ડોક્ટર વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવ્યા છે જેથી આગામી દિવસોમાં કોઈ ડોક્ટર આવું કૃત્ય કરે નહીં.

જામનગરની જીજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં બનેલી ઘટનાથી તબીબો પણ અજાણ છે.‎ વિવાદોમાં રહેવા ટેવાયેલી‎ જામનગરની જી.જી. હોસ્પિટલમાં‎ ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી‎ તેને સોશિયલ મીડિયામાં વાયરલ‎ કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર ‎આવતા ભારે ચકચાર મચી જવા‎ પામી છે.

jamnagar | gg hospital | doctor suspended
જામનગરની જીજી હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટોગ્રાફી કરી રહેલા ડોક્ટરો. (વાયરલ ફોટો)

ઉલ્લેખનીય છે કે,‎મેડિકલના નિયમ મુજબ આવી રીતે ‎ચાલુ ઓપરેશનના ફોટા મૂકી ‎શકાતા કે પાડી શકાતા નથી. ‎જામનગર શહેરની સરકારી અને ‎સૌરાષ્ટ઼્રની સૌથી મોટી જીજી‎ હોસ્પિટલમાં 4 દિવસ પહેલા એક‎ મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો‎ આવતા ગંભીર હાલતમાં તેણીને‎ જીજી હોસ્પિટલમાં ખસેડવામાં‎ આવી હતી જ્યાં મોડી રાત્રે તેના પર ‎સર્જરી કરવામાં આવી હતી.

ન્યુરો‎સર્જન તેમજ અન્ય ડોક્ટર જેમાં ડો.‎પ્રતિક તેમજ ડો. ઈશ્વર હાજર ‎હતા. તેમણે ચાલુ ઓપરેશને‎ મહિલાનું મગજ ખૂલેલી હાલતમાં ‎તેની સાથે પોતાના ફોટા પડાવ્યા ‎હતા. તેમજ ઓપરેશન સફળ થયું‎ હોય તેમ સફળતાના સંકેત‎ દેખાડતા ચાલુ ઓપરેશને ફોટા‎ મોબાઈલમાં પાડ્યા હતા.‎ એટલું જ નહીં તેમણે આ ફોટા‎ પોતાના સોશિયલ મીડિયા‎ એકાઉન્ટમાં પણ પોસ્ટ કર્યા હતા. જે સામે આવતા ભારે હોબાળો મચી જવા ‎પામ્યો છે. આવી રીતે ચાલુ‎ ઓપરેશને દર્દીના જીવને જોખમમાં‎ મૂકી ફોટોગ્રાફી કરવાની ઘેલછા એ ‎નિયમોનું સદંતર ઉલ્લંઘન છે. ત્યારે ‎હવે કોલેજ મેનેજમેન્ટ પણ બંને ‎વિદ્યાર્થીઓ પર પગલાં લેવાની ‎તૈયારીઓ કરી રહ્યા છે.‎

બંને તબીબો પાસેથી ખુલાસો માગી કાર્યવાહી કરાઇ

બંને વિદ્યાર્થીઓએ સર્જરી વિભાગમાં લાંબા સમય બાદ ન્યુરો સર્જરીનું ઓપરેશન કર્યુ છે. આનંદના અતિરેકમાં આ કૃત્ય‎ કર્યું હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે પરંતુ તે સંસ્થાના નિયમોની વિરૂદ્ધ છે. અમે તેનો ખુલાસો માગીશું તેમજ બાદમાં ‎પગલા લઈશું. તેમણે આવું કરવું ન જોઈએ.

એમસીઆઈના નિયમોનું ઉલ્લંઘન છે

એમસીઆઈની એથીક્સ રેગ્યુલેશન 7.17નું આ કૃત્ય ઉલ્લંઘન કરે છે. જે તબીબી પ્રેક્ટિસનરોને યોગ્ય સંમતિ‎વિના દર્દીના ફોટોગ્રાફ્સ કે કેસ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ કરે છે. આ કિસ્સામાં દર્દીનો ગોપનીયતાનો ભંગ‎ જ નથી કર્યો પરંતુ તેનો જીવ પણ જોખમમાં મૂક્યો છે.‎

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ