/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Fire-Break-Out-In-GG-Hospital-At-Jamnagar.jpg)
જામનગરની જીજી હોસ્પિટલના આરઆઈસીયુ યુનિટ આગ લાગી હતી. (photo - Social Media)
Fire Break Out In GG Hospital At Jamnagar : જામનગરની જીજી હોસ્પિટલના આરઆઈસીયુ વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી અને એક દર્દી દાઝી ગયો હતો. જો કે સમયસર ફાયર બ્રિગેડ ટીમે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. નોંધનિય છે કે, રાજ્ય અને દેશમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચક્યુ છે ત્યારે હોસ્પિટલોમાં આવી અનિચ્છનિય ઘટનાઓ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ કેટલા સુરક્ષિત છે તેની ચિંતા વધારી દે છે.
જામનગરની જીજી હોસ્પિટલના આરઆઈસીયુ વોર્ડમાં આગ લાગી
જામનગરની જીજી હોસ્પિટલના શ્વાસતંત્ર વિભાગના RICU યુનિટ વિભાગમાં આગ લાગતા અફરાતરફી મચી ગઇ હતી. આગ લાગવાથી દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. હોસ્પિટલમાં આગ લાગવાથી એક દર્દી દાઝી જતા તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી છે.
આગ લાગવાના અહેવાલ મળતા જીજી હોસ્પિટલના અધિક્ષક ડો.દીપક તિવારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા આગને કાબુમાં લેવાઇ હતી અને ગંભીર અનિચ્છનિય ઘટના ટળી હતી.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અંદાજ
જીજી હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. જો કે આરઆઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું માનવામાં આવે છે.
#Jamnagar જામનગરની જીજી હોસ્પિટલના RICU વોર્ડમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આગ લાગવાથી એક દર્દી દાઝી ગયો હતો. જો કે સમયસર ફાયર બ્રિગેડ ટીમે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. #hospital#FireBreak#Firebreaksout#GujaratiNews#gujaratnewspic.twitter.com/u0MSf3LQbC
— IEGujarati (@IeGujarati) December 21, 2023
આ પણ વાંચો | જામનગરનું અલંગ : સચાણા શિપબ્રેકિંગ યાર્ડ ફરી ધમધમતુ થયું, પહેલી શિપ બ્રેકિંગ માટે પહોંચી, સ્થાનિકોને મળશે રોજગાર
કોરોના સામે લડવા જીજી હોસ્પિટલ કેટલી સજ્જ છે?
દેશભરમાં કોરોના વાયરસના કેસો ફરી વધી રહ્યા છે તેનાથી ગુજરાત પણ બાકાત નથી. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય અને હોસ્પિટલોને એલર્ટ મોડમાં રહેવા સૂચન કર્યું છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર હાલ ગુજરાતમા કોરોના વાયરસના 13 પોઝિટિવ કેસ નોંધાયો છે જેમાં સૌથી વધુ 7 કેસ અમદાવાદમાં છે. અત્રે નોધનિય છે કે, રાજ્યમાં હાલ કોરોના વાયરસના નવા વેરિયન્ટ જેએન.1 વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us