Jamnagar Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવી ગયા છે. ગુજરાતની જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના પૂનમ માડમનો કોંગ્રેસના જેપી મારવિયા સામે 2,38,008 મતોથી વિજય થયો છે. જામનગરમાં પૂનમ માડમે જીતની હેટ્રિક કરી છે. પૂનમ માડમને 6,20,049 મત મળ્યા છે. જ્યારે જેપી મારવિયાને 3,82,041 મત મળ્યા છે.
જામનગર લોકસભા સીટ પર 57.67 ટકા મતદાન
જામનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 57.67 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દ્વારકામાં 53.39 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર રુરલમાં 60.78 ટકા, જામનગર દક્ષિણમાં 59.12 ટકા, કાલાવાડમાં 57.69 ટકા અને ખંભાળિયામાં 56.60 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો કોંગ્રેસના ઉમેદવાર મુરુભાઈ આહીર સામે 2,36,804 મતોથી વિજય થયો હતો. પૂનમ માડમને 58.52 ટકા અને મુરુભાઈ આહીરને 35.09 ટકા વોટ મળ્યા હતા.
આ પણ વાંચો – ભાજપના રાજેશ ચુડાસમાની હેટ્રિક, 1,35,494 મતોથી વિજય
લોકસભા ચૂંટણી જામનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1952 – જેઠાલાલ જોષી (કોંગ્રેસ)
- 1957 – મનુભાઈ શાહ (કોંગ્રેસ)
- 1962 – મનુભાઈ શાહ (કોંગ્રેસ)
- 1967 – એન દાંડેકર (સ્વતંત્ર પાર્ટી)
- 1971 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)
- 1977 – વિનોદભાઈ શેઠ (જનતા પાર્ટી)
- 1980 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)
- 1984 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)
- 1989 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
- 1991 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
- 1996 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
- 1998 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
- 1999 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
- 2004 – વિક્રમ માડમ (કોંગ્રેસ)
- 2009 – વિક્રમ માડમ (કોંગ્રેસ)
- 2014 – પૂનમ માડમ (ભાજપ)
- 2019 – પૂનમ માડમ (ભાજપ)
- 2024 – પૂનમ માડમ (ભાજપ)
જામનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 જયસુખ પિંગલસુર બસપા 2 પૂનમબેન માડમ ભાજપા 3 જે.પી. મારવીયા કોંગ્રેસ 4 રણછોડભાઈ કંઝારીયા વીરો કે વીર ઈન્ડિયન પાર્ટી 5 પરેશભાઈ મુંગરા રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી 6 અનવર સંઘાર અપક્ષ 7 યુસુફ ખીરા અપક્ષ 8 અલારખભાઈ ઘુઘા અપક્ષ 9 નદીમ હાલા અપક્ષ 10 નાનજી બથવાર અપક્ષ 11 રફિક પોપટપુત્ર અપક્ષ 12 ભુરાલાલ પરમાર અપક્ષ 13 પૂંજાભાઈ રાઠોડ અપક્ષ 14 વિજયસિંહ જાડેજા અપક્ષ