Jamnagar Sapda Dam drowning Five died : જામનગરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક સપડા ડેમમાં આજે શનિવારે સહેલાણીઓ ફરવા આવ્યા હતા. જેમાં પાંચ લોકો ડેમમાં નાહ્વા પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ હતી, તેનો પણ મૃતદેહ મળી આવ્યો છે. એટલેકે પાંચેના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના સપડા ડેમમાં નાહ્વા પડેલા પાંચ લોકો અચાનક ડુબવા લાગ્યા, એક બીજાને બચાવવાની કોશિસમાં ચાર લોકોના મોત થયા છે. જેમાં બે મહિલાઓ, અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, આજે શનિવારે મોહર્રમની રજા હોવાને લઈ કેટલાક સહેલાણીઓ જામનગરના સપડા ડેમ ખાતે ફરવા આવ્યા હતા, અહીં ડેમમાં નાહ્વાની મજા લેવા માટે પાંચ લોકો ઉતર્યા હતા, જેમાં અચાનક ઊંડા પાણીમાં ડુબવા લાગતા એક બીજાને બચાવવાની કોશિસ કરતા બધા ડુબવા લાગ્યા હતા. ઘટના સ્થળ પર હાજર અન્ય લોકોએ પોલીસ અને તંત્રને જાણ કરતા ફાયરની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
અપડેટ માહિતી અનુસાર, પાંચ લોકોના જામનગરના સપડા ડેમમાં ડુબવાના મેસેજ મળતા ફાયરની ટીમે તુરંત પહોંચી રેસક્યુ ઓપરેશન શરૂ કર્યું હતુ, જેમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને એકની શોધખોળ ચાલુ હતી. ત્યારબાદ કેટલીક મહેનત બાદ પાંચમો મૃતદેહ પણ મળી આવ્યો છે. મૃતકોમાં બે મહિલાઓ, એક નવ યુવાન અને બે પુરૂષનો સમાવેશ થાય છે. મૃતકો એક જ પરિવારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકો ભાનુશાળી પરિવારના હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે.





