Jasdan Bakhalvad Accident : જસદણ ચોટિલા રોડ પર આવેલ બાખલવડ ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. કારની અડફેટે બે માસૂમ બાળકી સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જસદણ ચોટિલા રોડ પર આવેલ બાખલવડ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા, તો એક બાળકીનું આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જેનું આજ વહેલી સવારે સારવાર દરમિયાન મરણ છે.
પોલીસ અનુસાર, બાઈક પર ત્રણ લોકો સવાર હતા, જેમાં એક 8 વર્ષની બાળકી કિંજલ ઓળકિયા, 4 વર્ષની બાળકી માહી ઓળકિયા અને અજયભાઈ સદાસિયા. આ અકસ્માતમાં ત્રણે લોકોના મોત થયા છે. બેના ઘટના સ્થળ પર જ્યારે એકનું સારવાર દરમિયાન.
પોલીસે મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું છે. મૃતક અજયભાઈ બે બાળકીઓના મામા હતા, જે તેમને બાઈક પર બેસાડી બાખલવડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારની અડફેટે આવતા ત્રણેના મોત થયા છે. પરિવારને અકસ્માત અંગ જાણ કરતા પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો. મામા અને બે માસૂમ ભાણીના મોતથી હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી, અને કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો – ગુજરાત : પોરબંદર દરિયા કિનારે 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
પોલીસે આ મામલે કારના નંબરના આધારે કાર કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાથે મૃતકોના પીએમ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.





