ઇફ્કો ચૂંટણી : જયેશ રાદડિયાનો વિજય, ભાજપને લપડાક, બિપીન પટેલ ગોતાનો પરાજય

IFFCO Director Election : જયેશ રાદડીયાએ વિજય સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો. ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં ભાજપના જ જયેશ રાદડીયા અને બિપીન પટેલ ગોતા વચ્ચે જંગ જામ્યો હતો

IFFCO Director Election : જયેશ રાદડીયાએ વિજય સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો. ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં ભાજપના જ જયેશ રાદડીયા અને બિપીન પટેલ ગોતા વચ્ચે જંગ જામ્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Jayesh Radadiya, IFFCO director election

ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં જયેશ રાદડીયાનો વિજય (તસવીર - જયેશ રાદડીયા ટ્વિટર)

IFFCO Gujarat Election : ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ વિજય મેળવી સહકારી ક્ષેત્રમાં પોતાનો દબદબો યથાવત્ રાખ્યો છે. ઇફ્કોની ડાયરેકટરની ચૂંટણીમાં ભાજપના જ જયેશ રાદડિયા અને બિપીન પટેલ ગોતા વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં જયેશ રાદડિયાએ બાજી મારી લીધી છે.

Advertisment

ખાસ વાત એ છે કે બિપીન પટેલ ગોતાને ભાજપનું મેન્ડેટ મળ્યું હોવા છતા તેમનો પરાજય થયો છે. 180 માંથી વિજય રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે બિપીન પટેલને 66 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં જ 68 મત હતા.

આ વખતે ઈફકોની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. જોકે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઇને પોતાની ઉમેદવારી જાહેર કરી હતી. આમ ભાજપ વચ્ચે જ જંગ જામ્યો હતો. ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડીયા ચૂંટાતા આવે છે. IFFCOએ અમૂલની સમકક્ષ સંસ્થા છે. આ સંસ્થા સાથે 6 કરોડ ખેડૂતોનું ભાવિ જોડાયેલું છે આ સાથે સંસ્થાનું ટર્નઓવર 60 હજાર કરોડની આસપાસ છે.

આ પણ વાંચો - ગાંધીનગરમાં, એક એકેડેમિક પ્રશ્ન : અમિત શાહની જીતનું માર્જિન કેટલું હશે?

Advertisment

હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન છે. પાટીદાર સમાજમાંથી આવતા જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત ભાજપ