/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/junagadh-car-accident-new.jpg)
જૂનાગઢ કાર અકસ્માત -photo - X @INCGujarat
જૂનાગઢ અકસ્માત : આજે સોમવારના સવારમાં જૂનાગઢમાં ભારે અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના પગલે આગ લાગતા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.
બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી
મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે જૂનાગઢમાં માળિયા હાટીનામાં જૂનાગઢ-વેળાવળ હાઈવે ઉપર આવેલા ભુંડરી ગામ પાસે બે કાર સામે સામે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કારની ટક્કરથી કારમાં આગ લાગી હતી જેના પગલે કારમાં રહેલો બોટલ બ્લાસ્ટ થયો હતો. આ ઉપરાંત આગના કારણે બાજુમાં રહેલું ઝુંપડું પણ સળગી ગયું હતું.
પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી સહિત સાત લોકોના મોત
અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે બે કાર વચ્ચેની ટક્કરના કારણે બંને કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. અને કારમાં સવાર સાત લોકોના મોત નીપજ્યા હતા. એવી માહિતી મળી રહી છે કે મૃતકોમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાના પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ- Kalupur Railway Station: અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને મળશે એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ
ડીવાયએસપીનું શું કહેવું છે?
જૂનાગઢ અકસ્માત અંગે ડીવાયસેપી દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતી સેલેરીયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. હાલ સાતેય મૃતદેહો માળીયાની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us