/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Junagadh-building-collapse-women-suicide.jpg)
જૂનાગઢ મકાન ધરાશાયી દુર્ઘટનાની કરૂણતા: પતિ-પુત્રોને નજર સામે મરતા જોયા, આઘાતમાં મહિલાએ પણ જીવન ટુંકાવ્યું
Junagadh building collapse : ગુજરાતના જૂનાગઢથી વધુ એક કરૂણ દુર્ઘટના સામે આવી છે. જેમાં તાજેતરમાં જ બનેલી જૂનાગઢ મકાન ધરાશાયીની ઘટનામાં પીડિત પરિવારની એક મહિલાએ પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સોમવારે સવારે દાતાર રોડ પર મકાન ધરાશાયી થયું હતું, જેમાં મહિલાએ તેના પતિ અને બે પુત્રોના મોત જોયા બાદ બુધવારે સવારે એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ મયુરી ડાભી તરીકે થઈ હતી, જે 30 વર્ષની હતી. તેના પતિ સંજય ડાભી (33) ઓટોરિક્ષા ડ્રાઈવર, અને પુત્રો - તરુણ (13), અને દક્ષ (7) - કડિયાવડ વિસ્તારમાં બે માળની ઇમારત ધરાશાયી થવાના ચાર પીડિતોમાંના એક હતા.
જુનાગઢમાં બે માળાની ઈમારત ધરાશાયી, ત્રણથી વધુ લોકો દટાયા હોવાની આશંકા - વીડિયો - 1#Junagadh#JunagadhRain#JunagadhFlood#Junagadhbuildingcollapsedpic.twitter.com/tVDKQG3q5L
— IEGujarati (@IeGujarati) July 24, 2023
સારવાર દરમિયાન મહિલાનું મોત
જૂનાગઢ જિલ્લા પોલીસના જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) હિતેશ ધાંધલ્યાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "મહિલાએ મંગળવારે સાંજે તેના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું સવારે 3 વાગ્યે મૃત્યુ થયું છે,"
મહિલાને પરિવારમાં લગભગ કોઈ બાકી રહ્યું ન હતું
ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, "તેના પતિ અને પુત્રોના મૃત્યુથી મહિલા ગંભીર આઘાત હેઠળ હતી અને તેણીને લાગતું હતું હતું કે, હવે જીવનમાં કઈ બચ્યું નથી, તેના પરિવારમાં લગભગ કોઈ બાકી ન હતું."
જુનાગઢમાં બે માળાની ઈમારત ધરાશાયી, ત્રણથી વધુ લોકો દટાયા હોવાની આશંકા - વીડિયો - 2#Junagadh#JunagadhRain#JunagadhFlood#Junagadhbuildingcollapsedpic.twitter.com/3eOQH6HFLy
— IEGujarati (@IeGujarati) July 24, 2023
શાક લેવા રીક્ષામાંથી ઉતરી અને મહિલા બચી ગઈ
પતિ અને બે પુત્રો જર્જરિત ઈમારત પાસે તેમની ઓટોરિક્ષામાં રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક ઈમારત ધરાશાયી થઈ હતી, મહિલા ઓટોરીક્ષામાં પહોંચે તે પહેલા બિલ્ડીંગ ધરાશાયી થયું હતું, જેને પગલે મયુરી બચી ગઈ કારણ કે તે બહાર શાકભાજી ખરીદવા સામેની સાઈડે લારી પર ગઈ હતી.
આ પણ વાંચો - જુનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી, 4 વ્યક્તિના મોત, જેમાં 3 લોકો એક જ પરિવારના
4 મૃતકોમાં 3 લોકો 1 જ પરિવારના
જુનાગઢમાં બે માળની બિલ્ડિંગ ધારાશાયી થવાની દુઃખદ ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયાની પૃષ્ટી થઇ છે. જેમાં આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનાર 4 લોકોમાંથી 3 વ્યક્તિઓ એક જ પરિવારના હતા. જેમાં રીક્ષા ચાલક સંજયભાઇ ડાભી અને તેમના બે નાના બાળક તરુણ ડાભી અને દક્ષ ડાબી ઉપરાંત એક 52 વર્ષીય સુભાષભાઇ તન્નાએ જીવ ગુમાવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us