Junagadh Heavy rain : ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જુનાગઢ જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ ચાલી રહી છે. આજે બુધવારે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મેંદરડા તાલુકામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ મેંદરડામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. મેંદરડામાં 6 કલાકમાં 12.56 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
જૂનાગઢના મેંદરડામાં બારે મેઘ ખાંઘા, 12 વાગ્યા સુધીમાં 12.56 ઈંચ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2025, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા વચ્ચે ચાર કલાકના સમયમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 12.56 ઈંચ એટલે આશરે 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મેંદરડામાં 4 કલાકમાં 9.84 ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2025, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા વચ્ચે ચાર કલાકના સમયમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 9.84 ઈંચ એટલે આશરે 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મેંદરડાના ગામોની શેરીઓ નદીઓ વહી
આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. મેંદરડામાં 10 ઈંચ જેટલો વરસાદ પડવાના કારણે તુલાકાના અનેક ગામોમાં નદીઓ વહેતી જોવા મળી હતી. ગામોની શેરીઓથી લઈને ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કમર સમા પાણી વહેતા જોવા મળ્યા હતા. અતિ ભારે વરસાદના કારણે ખેતીમાં પણ ભારે નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાઈ રહી છે.
જૂનાગઢમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ મેંદરડામાં નોંધાયો હતો. જૂનાગઢમાં કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
તાલુકો વરસાદ(ઈંચમાં) મેંદરડા 9.84 વંથલી 5.31 કેશોદ 4.8 માંગરોળ 2.56 માળિયા હાટિના 2.56 જૂનાગઢ શહેર 1.97 માણાવદર 1.02 વિસાવદર 0.31 ભેંસાણ 0.2
આ પણ વાંચોઃ- Gujarat Rain : ગુજરાત 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં 10 ઈંચથી વધુ ખાબક્યો, ક્યાં કેટલો નોંધાયો?
ગુજરાતમાં સવારના 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 20 ઓગસ્ટ 2025, બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા વચ્ચે ચાર કલાકના સમયમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 1 એમએમથી લઈને 9.84 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.