જુનાગઢ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના રાજેશ ચુડાસમાની હેટ્રિક, 1,35,494 મતોથી વિજય

Junagadh Lok Sabha Eelection Result 2024, જુનાગઢ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : Junagadh Lok Sabha Eelection Result 2024, જુનાગઢ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : રાજેશ ચુડાસમાને 5,84,049 મત મળ્યા હતા. જ્યારે હીરાભાઈ જોટવાને 4,48,555 મત મળ્યા

Written by Ashish Goyal
Updated : June 04, 2024 18:16 IST
જુનાગઢ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના રાજેશ ચુડાસમાની હેટ્રિક, 1,35,494 મતોથી વિજય
જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાનો વિજય

Junagadh Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતની જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના રાજેશ ચુડાસમાનો કોંગ્રેસના હીરાભાઈ જોટવા સામે 1,35,494 મતોથી વિજય મેળવ્યો છે. રાજેશ ચુડાસમાએ સતત ત્રીજી વખત જીત મેળવી હેટ્રિક નોંધાવી છે. રાજેશ ચુડાસમાને 5,84,049 મત મળ્યા હતા. જ્યારે હીરાભાઈ જોટવાને 4,48,555 મત મળ્યા હતા.

જૂનાગઢ લોકસભા સીટ પર 58.91 ટકા મતદાન

જુનાગઢ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 58.91 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જૂનાગઢમાં 54.47 ટકા, કોડીનારમાં 60.67 ટકા, માંગરોળમાં 62.96 ટકા, સોમનાથમાં 70.16 ટકા, તલાલામાં 60.31 ટકા, ઉનામાં 58.22 ટકા અને વિસાવદરમાં 46.58 ટકા મતદાન નોંધાયું હતું.

Junagadh Lok Sabha Eelection Result 2024 :
જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાનો વિજય

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમનો કોંગ્રેસના ઉમેદવાર પૂજાભાઈ વંશ સામે 1,50,185 મતોથી વિજય થયો હતો. રાજેશ ચુડાસમાને 54.51 ટકા અને પૂજાભાઈ વંશને 39.57 ટકા વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ, જામનગર બેઠક પર પૂનમ માડમ હેટ્રિક કરશે કે જેપી મારવિયા બાજી પલટાવશે

લોકસભા ચૂંટણી જૂનાગઢ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 1962 – સી આર રાજા કોંગ્રેસ)
  • 1967 – વીરેન શાહ (સ્વતંત્ર પાર્ટી)
  • 1971 – નાનજી ભાઈ વેકરિયા (કોંગ્રેસ)
  • 1977 – નરેન્દ્ર નથવાણી (જનતા પાર્ટી)
  • 1980 – મોહનભાઈ પટેલ (કોંગ્રેસ)
  • 1984 – મોહનભાઈ પટેલ(કોંગ્રેસ)
  • 1989 – ગોવિંદભાઈ શેખડા (જનતાદળ)
  • 1991 – ભાવના ચીખલિયા (ભાજપ)
  • 1996 – ભાવના ચીખલિયા (ભાજપ)
  • 1998 – ભાવના ચીખલિયા (ભાજપ)
  • 1999 – ભાવના ચીખલિયા (ભાજપ)
  • 2004 – જશુભાઈ બારડ (કોંગ્રેસ)
  • 2009 – દિનુભાઈ સોલંકી (ભાજપ)
  • 2014 – રાજેશ ચુડાસમા (ભાજપ)
  • 2019 – રાજેશ ચુડાસમા (ભાજપ)
  • 2024 – રાજેશ ચુડાસમા (ભાજપ)

જુનાગઢ લોકસભા બેઠક 11 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1રાજેશભાઈ ચુડાસ્માભાજપા
2હીરાભાઈ જોતવાકોંગ્રેસ
3જયંતિલાલ માંકડિયાબસપા
4અલ્પેશકુમાર ત્રાંબડિયાલોગ પાર્ટી
5ઈશ્વર સોલંકીરાઈટ ટુ રિકોલ પાર્ટી
6આરબ હાસમ સુમરાઅપક્ષ
7ગોરધનભાઈ ગોહેલઅપક્ષ
8નાથાભાઈ ડાકીઅપક્ષ
9દેવેન્દ્રભાઈ મોતીવરસઅપક્ષ
10ભાવેશ બોરીચાંગરઅપક્ષ
11દાનસિંગ વાઢેરઅપક્ષ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ