/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Junagadh-maha-shivratri-melo-review-dy-cm-harsh-sanghavi.jpg)
જૂનાગઢનો મહાશિવરાત્રી મેળો સુદ્રઢ અને યાદગાર બની રહે એ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં ચર્ચામાં કરી.
જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો ગુજરાત સહિત દેશભરમાં અનન્ય અને એની ભવ્યતા માટે જાણીતો છે. આગામી 11થી15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળાના સુચારુ આયોજન માટે બુધવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં આ મેળાના સુદ્રઢ આયોજન સંદર્ભે ચર્ચા કરાઇ હતી.
જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો કે જેને ભવનાથનો મેળો પણ કહેવામાં આવે છે. તે ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદી કિનારે દર વર્ષે મહા વદ નોમથી મહાશિવરાત્રી સુધી ચાલે છે. જ્યાં નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરીને શિવરાત્રીએ મહાપૂજા કરે છે. આ પવિત્ર મેળામાં શ્રધ્ધાળુઓની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવા નાયબ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠકમાં સંતોની સંતોની રવેડી લાઇવ સ્ટ્રીમિંગ અને શાહી સ્નાન, સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા તેમજ સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ફ્રી પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય મેડિકલ સુવિધા, ફૂડ ચેકીંગ વ્યવસ્થા, સ્વચ્છતા, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે સુદ્રઢ વ્યવસ્થા કરવા ઉપર ભાર મુક્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Junagadh-maha-shivratri-melo-meeting-dy-cm-harsh-sanghavi.jpg)
આ ઉપરાંત બેઠકમાં આ મેળાને લઇને શહેરના મહત્વના સ્થળો પર સુશોભન વ્યવસ્થા, ભોજન પ્રસાદ, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતની તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
મહાશિવરાત્રી મેળાની મુખ્ય વિશેષતાઓ:
- સ્થળ: ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથ મહાદેવ મંદિર પાસે મેળો ભરાય છે.
- સમય: મહા વદ નોમથી મહા વદ તેરસ (મહાશિવરાત્રી) સુધી, 5 દિવસ ચાલે છે.
- મહત્વ: મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં નાગા સાધુઓ પવિત્ર સ્નાન (રવેડી) અને મહાપૂજા થાય છે, જે આ મેળાની મુખ્ય ઓળખ છે.
- ધાર્મિક માન્યતા: માન્યતા છે કે ભગવાન શિવ સ્વયં અહીં આવે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જે દર્શન કરનારાઓનું કલ્યાણ કરે છે.
- ખાસિયત: આ મેળો ભારતનો એકમાત્ર એવો મેળો છે જ્યાં આટલી મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને સંતો એકઠા થાય છે.
- સુવિધાઓ: ભાવિકો માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો, રહેવાની અને જમવાની વ્યવસ્થા, પાર્કિગ સહિતની સુવિધાઓ.
મેળાની વિધિની વાત કરીએ તો મહા વદ નોમના દિવસે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થાય છે. મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સન્યાસીઓ તેમની રવેડી લઈને મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ સ્નાન પછી ભવનાથ મહાદેવની મહાપૂજા થાય છે.
આ પણ વાંચો | ગુજરાતમાં યુવાનોને ડ્રગ્સના વ્યસનથી બચાવવા રાજ્ય સરકારનું મોટું પગલું
આ મેળો ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું અદભુત ઉદાહરણ છે. પ્રતિ વર્ષે ગુજરાત સહિત દેશ વિદેશથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us