જૂનાગઢ પોલીસ દ્વારા મારપીટ મામલો: આરોપી પોલીસકર્મીઓ તરફથી હજુ કોઈ જવાબ ન મળ્યો, ગુજરાત હાઈકોર્ટ નારાજ

Junagadh Police flogging : જૂનાગઢમાં પોલીસ દ્વારા આરોપીઓને માર મારવાના મામલામાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુનાવણી આગામી 13 સપ્ટેમ્બરે રાખી. પોલીસકર્મીઓએ સોગંધનામા હજુ દાખલ કર્યા નથી.

Written by Kiran Mehta
September 08, 2023 18:51 IST
જૂનાગઢ પોલીસ દ્વારા મારપીટ મામલો: આરોપી પોલીસકર્મીઓ તરફથી હજુ કોઈ જવાબ ન મળ્યો, ગુજરાત હાઈકોર્ટ નારાજ

જૂનાગઢમાં બે આરોપીઓએ પોલીસ દ્વારા માર મારવાના મામલામાં કરેલી ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. 16મી જૂને જૂનાગઢમાં પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવેલા અને અન્ય પ્રકારની અટકાયતનો આરોપ મુકવામાં આવેલ બે વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે 33 પોલીસ કર્મચારીઓને નોટિસ જારી કર્યાના છ અઠવાડિયાથી વધુ સમય પછી. એક ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, તે આરોપી પોલીસકર્મીઓને વધુ સમય નહીં આપે.

જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને ડીએ જોશીની ખંડપીઠે હવે આ મામલાની વધુ સુનાવણી 13 સપ્ટેમ્બરે રાખી છે, જ્યારે અરજદારોના વકીલ એ.જે. યાજ્ઞિકે રજૂઆત કરી હતી કે, અરજદારો જેલમાં છે, તેમ છતાં આરોપી પોલીસકર્મીઓ દ્વારા તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે.

24 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ઝાકિર યુસુફભાઈ મકવાણા (42), એસટી સિદ્દી અને સાજીદ કલામુદ્દીન અંસારી (36) દ્વારા દાખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજીમાં પ્રતિવાદી પોલીસકર્મીઓને નોટિસ ફટકારી હતી. નોટિસ 7 ઓગસ્ટ સુધી પરત કરી શકાય તેવી રાખવામાં આવી હતી, પરંતુ યાજ્ઞિકે સબમિટ કર્યા મુજબ, 33 પ્રતિવાદી પોલીસ કર્મચારીઓમાંથી કોઈએ પણ તિરસ્કારની અરજીમાં કરાયેલી દલીલોના જવાબમાં તેમનું સોગંદનામું દાખલ કર્યું નથી. બંને અરજદારો રમખાણો અને પથ્થરમારાના આરોપમાં હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

અરજદારો ડીકે બાસુના ચુકાદામાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ 33 પોલીસ કર્મચારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

અરજદારોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા, “તેમને માત્ર શારીરિક ત્રાસ જ નહીં પરંતુ તેમના ધર્મના વિષય પર અસંખ્ય પ્રસંગોને લઈ મૌખિક રીતે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો”. એવું પણ રજૂ કરવામાં આવ્યું છે કે, અરજદારોને પોલીસ દ્વારા તેમના પર કરવામાં આવેલા કથિત અત્યાચારો વિશે ફરિયાદ ન કરવા બદલ “ભયાનક પરિણામો” ની ધમકી આપવામાં આવી હતી, જેમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે કોરડા મારવાનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, જૂનાગઢમાં 16 જૂનના રોજ જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા, જ્યારે સ્થાનિક નાગરિક સંસ્થાએ મસ્જિદ તોડી પાડવાની નોટિસો જાહેર કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ