કાજલ હિન્દુસ્તાની કોણ છે? જેને PM મોદી પણ ફોલો કરે છે, ભડકાઉ ભાષણ બદલ પોલીસ ફરિયાદ દાખલ

Kajal Hindusthani : 30 માર્ચના રોજ રામ નવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં કથિત ઉશ્કેરણીજનક ભાષણ કરવા પોલીસ 40 વર્ષીય કાજલ હિન્દુસ્તાનીની (Kajal Hindusthani) શોધખોળ કરી રહી છે.

April 06, 2023 22:41 IST
કાજલ હિન્દુસ્તાની કોણ છે? જેને PM મોદી પણ ફોલો કરે છે, ભડકાઉ ભાષણ બદલ પોલીસ ફરિયાદ દાખલ
કાજલ હિન્દુસ્તાન પર રામ નવમીના રોજ વિશ્વ હિન્દુ પરિષદની રેલીમાં ભડકાઉ ભાષણ આપવા બદલ પોલીસ ફરિયાદ દાખલ થઇ. (ફોટો - @kajal_jaihind)

Kajal Hindusthani : કાજલ હિન્દુસ્તાનીએ (Kajal Hindusthani) પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં 2022માં મુંબઇમાં હનુમાન ચાલીસ વિવાદને લઇન ઉદ્વવ ઠાકરે અને તેના શિવસેના જૂથ જેવી વિપક્ષી રાજકીય પાર્ટીઓ અને તેના નેતા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

(રાશિ મિશ્રા, ગોપાલ બી કટેશિયા) : વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ની રેલીમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપીને રમખાણોને ઉશ્કેરવાના આરોપીની પોલીસ હજુ સુધી ધરપકડ કરી શકી નથી. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં આ રેલી નીકળી હતી. દક્ષિણપંથી કાર્યકર્તા કાજલ શિંગલા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીએ આ રેલીમાં ભાષણ આપ્યું હતું. તેના પર આરોપ છે કે તેમના ભાષણ પછી જ સાંપ્રદાયિક તણાવ અને રમખાણો ફાટી નીકળ્યા હતા. આ મામલે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. 30 માર્ચના રોજ રામ નવમી નિમિત્તે વિહિપની બેઠકમાં આપેલા કથિત ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ 40 વર્ષીય કાજલ હિન્દુસ્તાનીને પોલીસ શોધી રહી છે.

કાજલ હિન્દુસ્તાનીની વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણ આપવાનો કેસ

1 એપ્રિલના રોજ ઉના પોલીસે લગભગ 75 કથિત તોફાનીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ તમામ ઉનાના રહેવાસી છે. 2 એપ્રિલે પોલીસે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બીજી પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ઉના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એનકે ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાની પર ઉશ્કેરણીજનક ભાષણ અને સાંપ્રદાયિક તણાવ અને રમખાણોના આરોપમાં બે કોમમાં તોફાન કરાવવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે.”

પોલીસે 60થી વધુ લોકોની અટકાયત

2 એપ્રિલના રોજ કાજલ હિન્દુસ્તાનના ટ્વિટર હેન્ડલમાં નવી દિલ્હી ખાતે યોજાનાર ‘હિન્દુ જાગૃતિ સંમેલન’માં તેની હાજરી અંગે જણાવવામાં આવ્યું હતુ. ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી પોલીસ કમિશન્ર શ્રીપાલ શેશમા એ 2 એપ્રિલના રોજ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ‘ઉના પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર નોંધાઇ હતી, પ્રથમ કાજલ હિન્દુસ્તાનીની વિરુદ્ધ જેણે કથિત રીતે રામનવમીના દિવસે અભદ્ર ભાષણ આપ્યુ હતુ, અને બીજી ફરિયાદ કથિત રીતે તોફાનમાં સામેલ બંને કોમના લોકોની વિરુદ્ધ નોંધાઇ છે. બંને કોમના 60 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ફૂટેજ અને બોડી કેમેરાના એનાલિસિસ બાદ વધારે લોકોની ઓળખ થઈ હોવાથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવશે. હિન્દુસ્તાની તેના નિવાસ સ્થાને મળી ન હતી. તેને હજુ કસ્ટડીમાં લેવાનો બાકી છે.”

Kajal Hindusthani
કાજલ હિન્દુસ્તાન પર રામ નવમીના રોજ વિશ્વ હિન્દુ પરિષદની રેલીમાં ભડકાઉ ભાષણ આપવા બદલ પોલીસ ફરિયાદ દાખલ થઇ. (ફોટો – @kajal_jaihind)

કાજુલ હિન્દુસ્તાન હજી પણ ફરાર

3 એપ્રિલના રોજ, શેશમાએ એક્સપ્રેસને જણાવ્યું કે : “હવે વધુ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. શિંગલા (કાજલ હિન્દુસ્તાની)ની એક-બે દિવસમાં ધરપકડ કરી લેવામાં આવશે, રવિવારે જ્યારે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે તે દિલ્હી કે નોઈડામાં હતી. અમે અગાઉ તેને શોધવા માટે તેના જામનગર સ્થિત ઘરે ગયા હતા.”

રાજસ્થાન અને ગુજરાતમાં પોલીટીકલ કનેક્શન

કાજલ હિન્દુસ્તાની રાજસ્થાનની વતની છે જેનું પિયરનું નામ કાજલ ત્રિવેદી છે. તેણે લગભગ બે દાયકા પહેલા જામનગરના વેપારી જ્વલંત શિંગલા સાથે લગ્ન કર્યા હતા. તેની વેબસાઈટનો દાવો છે કે તેમણે રાજસ્થાનના કોટા મતવિસ્તારમાં 2019ની સંસદીય ચૂંટણીમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા માટે પ્રચાર કર્યો હતો. તેનું વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલને અનુસરે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “કાજલ હિન્દુસ્તાની 2015-16 બાદ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ હતી અને યુટ્યુબ વગેરે પર તેના વિચારો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે, તેણે સોશિયલ મીડિયા દ્વારા ફોલોઈંગ બનાવ્યું હતું. આ કારણે VHPનું ધ્યાન તેમના તરફ ગયું. ત્યારબાદ પાછલા કેટલાંક વર્ષોથી તેને જાહેર સભાઓ માટે આમંત્રણ મળવા લાગ્યું હતું.

અલબત્ત, કાજલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદે તેનાથી અંતર જાળવ્યું અને રાજ્યના પ્રવક્તા હિતેન્દ્ર રાજપૂતે એક્સપ્રેસને જણાવ્યું કે, તેને સંગઠન દ્વારા રામનવમીની બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા ન હતા. પોતાના ટ્વિટર એકાઉન્ટમાં કાજલ હિન્દુસ્તાની પોતાને ‘વેપારી, વાદ-વિવાદકર્તા, સામાજિક કાર્યકર્તા, સમર્થક ભારત અધિકાર, રાષ્ટ્રવાદી અને ગર્વિત હિન્દુસ્તાન’ના રૂપમાં ઓળખાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ