scorecardresearch

AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, આપ નેતાઓએ ભાજપ પર અપહરણનો લગાવ્યો હતો આરોપ

કંચન જરીવાલા (Kanchan Jariwala) એ આપ (AAP) ઉમેદવાર તરીકે સૂરત (Surat) પૂર્વથી ભરેલુ ફોર્મ પાછુ ખેંચી લીધુ છે. તમને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), ઈશુદન ગઢવી (Isudan Gadhvi) સહિતના આપ નેતાઓએ ભાજપ (BJP) પર અપહરણ (kidnapping) નો આરોપ લગાવ્યો હતો.

AAP ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી, આપ નેતાઓએ ભાજપ પર અપહરણનો લગાવ્યો હતો આરોપ
કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પાછુ ખેચ્યું

કંચન જરીવાલા ગુમ થવા અને આપ નેતાઓ દ્વારા તેમના અપહરણનો બીજેપી પર આરોપ લગાવ્યા બાદ આ મામલેનવો વળાંક આવ્યો છે. કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટીના ઉમેદવારના અપહરણની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટી પર સીધો આરોપ લગાવ્યો અને કહ્યું કે, સુરતથી AAPના ઉમેદવાર કંચન જરીવાલા તેમના પરિવાર સાથે ગુમ છે. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે? જે બાદ કંચને બુધવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું.

દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું, “સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?

AAPએ ભાજપ પર આક્ષેપ કર્યો: AAP સાંસદ અને ગુજરાતના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે કહ્યું, “લોકશાહીની હત્યા, સુરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પહેલા ભાજપે તેમના ઉમેદવારી પત્રો રદ કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પછી તેમને ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યું અને હવે તેમનું અપહરણ કર્યું. ગઈકાલે બપોરથી તે ગુમ છે.

કોણ છે કંચન જરીવાલા

ગુજરાત વિધાનસભાની સુરત પૂર્વ બેઠક પરથી આપના ઉમેદવાર તરીકે કંચન લલ્લુભાઈ જરીવાલા (ઉ.54) એ ઉમેદવારી નોંધાવી છે. સુરતમાં તેઓ સ્ટેનલેસ સ્ટીલ ફર્નિચરનો ધંધો કરે છે. તો તેમના પત્ની જરીવર્ક કરે છે. તેમણે ઉમેદવારી નોંધાવી તે સમયે આપેલા એફિડેવિટ અનુસાર તેમની સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલો નથી. કંચન જરીવાલા તેમના પત્ની પલ્લવીબેન જરીવાલા અને પુત્ર સાગર જરીવાલા તથા સુંદર જરીવાલા સાથે સુરતમાં સંઘાડિયા વાડ, ગોપીપુરાના રહેવાસી છે.

કંચન જરીવાલા પાસે કેટલી સંપત્તિ?

આપના ઉમેદવાર કંચન જરીવાળાની વર્ષ 2021-22ની વાર્ષિક આવક 3.88 લાખ છે. છેલ્લા પાંચ વર્ષની સરેશાન વાર્ષિક આવક 4 લાખ છે. તેમના પત્ની પલ્લવી બેન જરીવાલાની પણ વાર્ષિક આવક 4 લાખ છે. કંચન લાખના હાથ પરની રોકડ 2,16, 619 છે, જ્યારે તેમના પત્નીના હાથ પર રોકડ 87,305 રૂપિયા છે. કંચન લાલ પાસે હ્યુન્ડાઈ આઈ-20 કારના માલિક છે. જ્યારે 85 ગ્રામ સોનું, તો પત્ની પાસે 6 તોલા દાગીનાના માલિક છે. કંચન લાલની કુલ થાપણ અને રોકાણ 10.89 લાખ દર્શાવવામાં આવી છે. આ સિવાય તેમની પાસે જે રહેણાંક મકાન છે, તેની અંદાજીત કિંમત 70 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આપ સાંસદ ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર લગાવ્યો અપહરણનો આરોપ

AAPએ ભાજપ પર આક્ષેપ કર્યો: AAP સાંસદ અને ગુજરાતના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે કહ્યું, “લોકશાહીની હત્યા, સુરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પહેલા ભાજપે તેમના ઉમેદવારી પત્રો રદ કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, પછી તેમને ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કર્યું અને હવે તેમનું અપહરણ કર્યું. ગઈકાલે બપોરથી તે ગુમ છે.

https://www.facebook.com/raghavchadhaca/videos/1130904601149064

ઈશુદાન ગઢવીએ ભાજપ પર ડરના કારણે ગુંડાગર્દીનો આરોપ લગાવ્યો

ઇશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું: ગુજરાતમાં AAPના સીએમ ઉમેદવાર ઇશુદાન ગઢવીએ ટ્વિટ કર્યું, “ભાજપ તમારાથી એટલી ડરી ગઈ છે કે તેણે ગુંડાગીરીનો આશરો લીધો છે. ભાજપના લોકો થોડા દિવસોથી સુરત પૂર્વથી ચૂંટણી લડતી અમારી કંચન જરીવાલાને અનુસરતા હતા અને આજે તે ગાયબ છે. એવું માનવામાં આવે છે કે ભાજપના ગુંડાઓ તેમને ઉપાડી ગયા છે. તેનો પરિવાર પણ ગુમ છે. ભાજપ ક્યાં સુધી ઘટશે?

આપના વરિષ્ઠ નેતા સંજયસિંહે લોકશાહીનું ખુલ્લેઆમ ગળુ દબાવવાનો ભાજપ પર આરોપ લગાવ્યો

બીજેપી ઉમેદવારનું અપહરણ કરી રહી છે: બીજી તરફ, AAPના વરિષ્ઠ નેતા સંજય સિંહે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “ગુજરાતમાં ચૂંટણીઓ થઈ રહી છે કે લોકશાહીનું ખુલ્લેઆમ ગળું દબાવવામાં આવી રહ્યું છે. સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલથી ગુમ છે. વીડિયોમાં હાજર લોકો ભાજપના છે. આના પર કાર્યવાહી કરીને ઉમેદવારને શોધી શકાય છે. ભાજપે ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે. હવે ઉમેદવારનું અપહરણ.

આ પણ વાંચોઆપ નેતા કંચન જરીવાલા કોણ છે? કેટલી સંપત્તિના માલિક? અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી સહિતના નેતાએ બીજેપી પર લગાવ્યા ગંભીર આરોપ

આમ આદમી પાર્ટીએ આ વિશે ટ્વિટર પર લખ્યું, “સુરત પૂર્વથી AAP ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપના ગુંડાઓએ અપહરણ કરી લીધું છે. ગઈકાલે બપોરે 1 વાગ્યાથી તેનો ફોન સ્વીચ ઓફ છે. અમે સીઈઓ-પોલીસ સાથે માહિતી શેર કરી છે. અમે આશા રાખીએ છીએ કે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Web Title: Kanchan jariwala aap candidate withdraws candidature aap leaders arvind kejriwal bjp kidnapping

Best of Express