/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Bageshwar-dham-dhirendra-shastri-2.jpg)
કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને જૂનાગઢની પ્રખ્યાત 'કેસર કેરી'નો 25 મેના રોજ જન્મ દિવસ ઉજવાય છે.
કેરીને ફળોમો રાજા કહેવાય છે અને તે ભારતનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં બે ડઝન કરતા પણ વિવિધ જાતની કેરી ઉગાડવામાં આવે છે. જો કે ગુજરાતના જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં પાકતી કેસર કેરી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. 25 મે 'કેસરી કેરી'નો જન્મદિવસ તરીકે ઉજવાય છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આજના દિવસ 'મેંગો ડે'ની ઉજવણી કરવામાં આવે છે. જાણો કેસરી કેરીના 'નામકરણ'નો રસપ્રદ ઇતિહાસ…
90 વર્ષ પહેલા જુનાગઢના નવાબે કેરીનું નામ 'કેસર' રાખ્યું
આ ઘટના ભારત દેશ આઝાદ થયો તે પહેલાની છે. વર્ષ 1930માં વંથલીની સીમમાં આંબાના બગીચાઓ આવેલા હતા. તે સમયે સાલેભાઇના નામ વ્યક્તિ જુનાગઢના વજીર હતા. તેઓ આંબાવાડીની મુલાકાતે ગયા ત્યારે તેની બાજુની વાડીમાં કેરીનો પાક જોયો અને તે માંગરોળ સ્થિત પોતાના મિત્ર જહાંગીર મિયા શેખને ચખાડવા લઈ ગયા. કેરી ખાઇને જહાંગીર મિયાએ તેમના દરબારીઓને પૂછતા તેમણે કહ્યું કે આજ સુધી આટલી સ્વાદિષ્ટ કેરી અમે ક્યારેય ખાધી નથી. સૌના મનમાં સવાલ થયો કે આ કેરીનું નામ શું રાખવું ? ત્યારે સહમતીથી નિર્ણય લેવાયો કે આ કેરીની શોધ સાલેભાઇએ કરી હોવાથી તેનું નામ સાલેભાઇની આંબળી રાખવું જોઈએ. ત્યારબાદ આ કેરી સાલેભાઈની આંબળીના નામે ઓળખાવા લાગી. ઉપરાંત આ કેરીની શોધ કરવા બદલ સાલેભાઈને સાલેહિંદનો ઈલ્કાબ પણ આપવામાં આવ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Bageshwar-dham-dhirendra-shastri-3.jpg)
માંગરોળની આ ઘટનાની જાણ તત્કાલિન જૂનાગઢના નવાબને થઈ તેમણે આ બાબતે વધુ શોધખોળ માટે બાગાયતી શાસ્ત્રના નિષ્ણાંત આયંગર સાહેબની મદદ મેળવી હતી. બાગાયતી શાસ્ત્રી આયંગર સાહેબે સાલેભાઇની સાથે મળીને તે આંબાના ઝાડોની મુલાકાત લીધી અને 97 કલમના વર્ધન માટે આદેશ આપ્યો. આ કલમ છોડમાંથી આંબાના વૃક્ષો બન્યા, વર્ષ 1934માં કેરી લાગી અને તેને ઝાડ પરથી ઉતારીને જૂનાગઢના નવાબ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
જૂનાગઢના નવાબના દરબારમાં માંગરોળની ઘટનાનું ફરી પુનરાવર્તન કરાયું. દરેક દરબારીને કેરી ચખાડવામાં આવી અને નામ શું રાખવું તે વિશે પુછ્યું. તે સૌએ એકમતમાં કહ્યું કે, આવું સુગંધીત અને રેસા વાળું ફળ આજ દિન હજુ સુધી ખાધું નથી અને તેની મીઠાસ કેસર જેવી છે. તેથી આ કેરીનું નામ 'કેસર' રાખવું જોઇએ. બસ ત્યારથી તે 'કેસર કેરી' તરીકે ઓળખવામાં લાગી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/fe-mango-gbeaf55a9d_1920.jpg)
ગુજરાતના જૂનાગઢ - તલાલામાં પાગતી કેસર કેરીની વિદેશમાં મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાતની કેસર કેરીની જાતને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જીઆઇટેગ (GI) પણ આપવામાં આવ્યો છે.
ભારતમાં 2 ડઝનથી વધારે કેરીની જાતો
ભારતના વિવિધ રાજ્યોના અલગ-અલગ પ્રદેશોમાં ઘણા પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે. આ મામ કેરીઓનો દેખાવ અને સ્વાદ અલગ-અલગ હોય છે. જેમાં કેસર કેરી, હાફૂસ, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી સૌથી વધુ પ્રખ્યાત છે.
- કેસર
- હાફુસ
- કાગડા
- લંગડો
- રાજાપૂરી
- તોતાપૂરી
- દશેરી
- પાયરી
- સરદાર
- નીલમ
- આમ્રપાલી
- બેગમપલ્લી
- વનરાજ
- નિલ્ફાન્સો
- જમાદાર
- મલ્લિકા
- રત્ના
- સિંધુ
- બદામ
- નિલેશ
- નિલેશાન
- નિલેશ્વરી
- વસી બદામી
- દાડમીયો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us