ભાજપમાં ભડકો, વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું, શંકર સિંહ ચૌધરીને ઇમેલ કર્યો

Ketan Inamdar Resignation From Savli MLA Vadodara : લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપમાં આંતરિક કહેલ જોવા મળી રહ્યો છે. વડોદરા સાવલીના ભાજપ ધારસભ્ય કેતન ઇમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ખળભળાટ

Written by Ajay Saroya
Updated : March 19, 2024 09:56 IST
ભાજપમાં ભડકો, વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું, શંકર સિંહ ચૌધરીને ઇમેલ કર્યો
કેતન ઇનામદાર વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય છે. (Photo - @ketaninamdarmlasavli)

Ketan Inamdar Resignation From Savli MLA Vadodara : લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપમાં પણ ભડકો થયો છે. વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે, કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને ઇમેલથી રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જોકે નિયમ મુજબ જ્યાં સુધી ધારાસભ્ય રૂબરુ આવીને વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ન સોંપે ત્યાં સુધી તે માન્ય ગણાતું નથી.

કેતન ઇનામદારે ઇમેલથી રાજીનામું આપ્યું

વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે સોમવારે મોડીરાત્રે ઇમેલથી શંકર સિંહ ચૌધરીને રાજીનામું આપ્યું છે. કેતન ઇમાનદારે ત્રણ લાઈનના રાજીનામાં પત્રમાં લખ્યું છે – વંદે માતરમ સહ જણાવું છે કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઇનામદાર, 125- સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છે. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છે, જે સ્વીકારવા વિનંતી છે.

Ketan Inamdar | Ketan Inamdar bjp mla | Ketan Inamdar bjp mla | Ketan Inamdar savli mla | vadodara savli mla
વડોદરા સાવલી ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું પત્ર. (Photo- Social Media)

ઉલ્લેખનિય છે કે,ગુજરાત પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર પ્રથમ ધારસભ્ય છે. કેતન ઇનામદાર ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા છે. તેમણે પ્રથમ વાર 2012માં અપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ 2017 અને 2022માં ભાજપ તરફ ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. કેતન ઇનામદાર સહકારી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વડોદરા ભાજપ નેતા જ્યોતિ પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા

ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી વડોદરા ભાજપના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે ભાજપ મહિલા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને પાર્ટી દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે લોકસભા ચૂંટણી 2024માં ત્રીજી વખત વર્તમાન સાંસદ રંજન ભટ્ટના નામાંકન સામે અસંતોષ વ્યક્ત કર્યો અને પત્રકાર પરિષદ યોજી હતી.

રોહન ગુપ્તાનો અમદાવાદ પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઇનકાર

Rohan Gupta | Rohan Gupta congress | Rohan Gupta with rahul gandhi | rahul gandhi
રાહુલ ગાંધી સાથે રોહન ગુપ્તા (Photo – Rohan Gupta Facebook)

તો સોમવારે અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઈન્કાર કર્યો છે. ઉપરાંત રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આમ બે પિતા અને પુત્રના આ નિર્ણયથી અનેત તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. અહીં વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ