ખેડા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : દેવુસિંહ ચૌહાણની હેટ્રિક, 3,57,758 મતોથી વિજય

Kheda Lok Sabha Eelection Result 2024, ખેડા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના દેવુસિંહ ચૌહાણનો કોંગ્રેસના કાળુસિંહ ડાભી સામે 3,57,758 મતે વિજય મેળવ્યો

Written by Ashish Goyal
Updated : June 04, 2024 21:01 IST
ખેડા લોકસભા ચૂંટણી પરિણામ 2024 : દેવુસિંહ ચૌહાણની હેટ્રિક, 3,57,758 મતોથી વિજય
ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો વિજય

Kheda Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. ગુજરાતની ખેડા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દેવુસિંહ ચૌહાણનો કોંગ્રેસના કાળુસિંહ ડાભી સામે 3,57,758 મતે વિજય મેળવ્યો છે. દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક નોંધાવી છે.

ખેડા લોકસભા સીટ પર 58.52 ટકા મતદાન

ખેડા લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. ખેડામાં કુલ 58.12 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દસક્રોઇમાં 58.79 ટકા, ધોળકામાં 59.36 ટકા, કપડવંજમાં 67.41 ટકા, મહુધામાં 56.44 ટકા, માતરમાં 60.75 ટકા, મહેમદાબાદમાં 59.06 ટકા અને નડિયાદમાં 54.81 ટકા મતદાન નોંધાયું હતું.

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ સામે 3,67,145 મતોથી વિજય થયો હતો. દેવુસિંહ ચૌહાણને 65.04 ટકા અન બિમલ શાહને 31.62 ટકા વોટ મળ્યા હતા.

Kheda Lok Sabha Eelection Result 2024
ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો વિજય

આ પણ વાંચો – દાહોદ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જસવંતસિંહ ભાભોરની હેટ્રિક, 3 લાખથી વધુ મતોથી જીત મેળવી

લોકસભા ચૂંટણી ખેડા બેઠક પર ચૂંટાયેલા સાંસદ

  • 1952 – મણિબેન પટેલ (કોંગ્રેસ, ખેડા સાઉથ)
  • 1952 – ફૂલસિંહ ડાભી (કોંગ્રેસ, ખેડા નોર્થ)
  • 1957 – ફતેસિંહ ડાભી (સ્વતંત્ર પાર્ટી)
  • 1962 – પ્રવિણસિંહ સોલંકી (કોંગ્રેસ)
  • 1967 – પ્રવિણસિંહ સોલંકી (કોંગ્રેસ)
  • 1971 – ધરમસિંહ દેસાઈ(કોંગ્રેસ)
  • 1977 – ધરમસિંહ દેસાઈ(કોંગ્રેસ)
  • 1980 – અજીતસિંહ ડાભી (કોંગ્રેસ)
  • 1984 – અજીતસિંહ ડાભી (કોંગ્રેસ)
  • 1989 – પ્રભાતસિંહ ચૌહાણ (જનતાદળ)
  • 1991 – ખુશીરામ જેસવાની (ભાજપ)
  • 1996 – દિનશા પટેલ (કોંગ્રેસ)
  • 1998 – દિનશા પટેલ (કોંગ્રેસ)
  • 1999 – દિનશા પટેલ (કોંગ્રેસ)
  • 2004 – દિનશા પટેલ (કોંગ્રેસ)
  • 2009 – દિનશા પટેલ (કોંગ્રેસ)
  • 2014 – દેવુસિંહ ચૌહાણ (ભાજપ)
  • 2019 – દેવુસિંહ ચૌહાણ (ભાજપ)
  • 2024 – દેવુસિંહ ચૌહાણ (ભાજપ)

ખેડા લોકસભા બેઠક 12 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1કાલુસિંહ ડાભીકોંગ્રેસ
2દેવુસિંહ ચૌહાણભાજપા
3ભાઈલાલભાઈ પાંડવબસપા
4ઈન્દીરાદેવી વોરાગરીબ કલ્યાણ પાર્ટી
5ઈમરાનભાઈ વાંકાવાલારાઈટ ટુ રિકોલ પાર્ટી
6કમલેશભાઈ પટેલભારતીય જન પરિષદ
7દશરથભાઈ કાન્તીયન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
8અનિલકુમાર પટેલરાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી
9સૈયદ કાદરી મોહમ્મદ સાબીર અનવર હુસૈનભારતીય જન નાયક પાર્ટી
10ઉપેન્દ્રકુમાર પટેલઅપક્ષ
11હિતેશકુમાર પરમારઅપક્ષ
12સંજયકુમાર સોઢાઅપક્ષ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ