Kheda Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. ગુજરાતની ખેડા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના દેવુસિંહ ચૌહાણનો કોંગ્રેસના કાળુસિંહ ડાભી સામે 3,57,758 મતે વિજય મેળવ્યો છે. દેવુસિંહ ચૌહાણે જીતની હેટ્રિક નોંધાવી છે.
ખેડા લોકસભા સીટ પર 58.52 ટકા મતદાન
ખેડા લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. ખેડામાં કુલ 58.12 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દસક્રોઇમાં 58.79 ટકા, ધોળકામાં 59.36 ટકા, કપડવંજમાં 67.41 ટકા, મહુધામાં 56.44 ટકા, માતરમાં 60.75 ટકા, મહેમદાબાદમાં 59.06 ટકા અને નડિયાદમાં 54.81 ટકા મતદાન નોંધાયું હતું.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ સામે 3,67,145 મતોથી વિજય થયો હતો. દેવુસિંહ ચૌહાણને 65.04 ટકા અન બિમલ શાહને 31.62 ટકા વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – દાહોદ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જસવંતસિંહ ભાભોરની હેટ્રિક, 3 લાખથી વધુ મતોથી જીત મેળવી
લોકસભા ચૂંટણી ખેડા બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1952 – મણિબેન પટેલ (કોંગ્રેસ, ખેડા સાઉથ)
- 1952 – ફૂલસિંહ ડાભી (કોંગ્રેસ, ખેડા નોર્થ)
- 1957 – ફતેસિંહ ડાભી (સ્વતંત્ર પાર્ટી)
- 1962 – પ્રવિણસિંહ સોલંકી (કોંગ્રેસ)
- 1967 – પ્રવિણસિંહ સોલંકી (કોંગ્રેસ)
- 1971 – ધરમસિંહ દેસાઈ(કોંગ્રેસ)
- 1977 – ધરમસિંહ દેસાઈ(કોંગ્રેસ)
- 1980 – અજીતસિંહ ડાભી (કોંગ્રેસ)
- 1984 – અજીતસિંહ ડાભી (કોંગ્રેસ)
- 1989 – પ્રભાતસિંહ ચૌહાણ (જનતાદળ)
- 1991 – ખુશીરામ જેસવાની (ભાજપ)
- 1996 – દિનશા પટેલ (કોંગ્રેસ)
- 1998 – દિનશા પટેલ (કોંગ્રેસ)
- 1999 – દિનશા પટેલ (કોંગ્રેસ)
- 2004 – દિનશા પટેલ (કોંગ્રેસ)
- 2009 – દિનશા પટેલ (કોંગ્રેસ)
- 2014 – દેવુસિંહ ચૌહાણ (ભાજપ)
- 2019 – દેવુસિંહ ચૌહાણ (ભાજપ)
- 2024 – દેવુસિંહ ચૌહાણ (ભાજપ)
ખેડા લોકસભા બેઠક 12 ઉમેદવારો
ક્રમ | ઉમેદવાર | પાર્ટી |
1 | કાલુસિંહ ડાભી | કોંગ્રેસ |
2 | દેવુસિંહ ચૌહાણ | ભાજપા |
3 | ભાઈલાલભાઈ પાંડવ | બસપા |
4 | ઈન્દીરાદેવી વોરા | ગરીબ કલ્યાણ પાર્ટી |
5 | ઈમરાનભાઈ વાંકાવાલા | રાઈટ ટુ રિકોલ પાર્ટી |
6 | કમલેશભાઈ પટેલ | ભારતીય જન પરિષદ |
7 | દશરથભાઈ કાન્તીય | ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી |
8 | અનિલકુમાર પટેલ | રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી |
9 | સૈયદ કાદરી મોહમ્મદ સાબીર અનવર હુસૈન | ભારતીય જન નાયક પાર્ટી |
10 | ઉપેન્દ્રકુમાર પટેલ | અપક્ષ |
11 | હિતેશકુમાર પરમાર | અપક્ષ |
12 | સંજયકુમાર સોઢા | અપક્ષ |