Khel Mahakumbh 2025 : ગુજરાતનો સૌથી મોટો રમતોત્સવ એટલે ખેલ મહાકુંભ. ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરે છે. ગુજરાત રાજ્યના રમતગમત વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્સ્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2025 માં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ પણ કરી દીધું છે. ખેલ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે તમે 22 સપ્ટેમ્બર 2025, સાંજના છ વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો.
ખેલ મહાકુંભ 2025 ભાગ લેવા રજીસ્ટ્રેશન ફરજિયાત
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટીએ ખેલ મહાકુંભ 2025નું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે ખેલાડીઓએ પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 22 સપ્ટેમ્બર, સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
કયા વય જૂથના ખેલાડીઓ ભાગ લેશે?
ખેલ મહાકુંભ-2025નું આયોજન રાજ્યના ખૂણેખાંચરેથી પ્રતિભાશાળી ખેલાડીઓને મંચ આપવા માટે કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા વયજૂથ જેવા કે અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર 17 જૂથના ખેલાડીઓ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.
ખેલ મહાકુંભમાં કઈ કઈ રમતોનો થાય છે સમાવેશ
- દોડ
- સ્ટેન્ડીંગ બ્રોડજમ્પ
- એથ્લેટીક્સ
- વોલીબોલ
- ખોખો
- કબડ્ડી
- રસ્સાખેંચ
- ચેસ
- યોગાસન
- સ્વિમિંગ
- સ્કેટીંગ
- ટેબલ ટેનિસ
- લોન ટેનિસ
- બેડમિન્ટન
- આર્ચરી
- બાસ્કેટબોલ
- હેન્ડબોલ
- હોકી
- ફૂટબોલ
- ટેકવાન્ડો
- કરાટે
- આર્ટિસ્ટિક સ્કેટીંગ
- જુડો
- કુસ્તી
આ પણ વાંચોઃ- ધોરણ 9 થી 12 વિદ્યાર્થીઓએ હવે સત્ર દીઠ એકમ કસોટી આપવી પડશે, દરેક કસોટીના હશે 25 માર્ક્સ
અલગ ગ્રુપ મુજબ સ્પર્ધાઓ યોજાશે
ખેલ મહાકુંભ 2025માં ખાસ ઈવેન્ટ્સ જેમ કે વેઈટલિફ્ટીંગ, ફેન્સીંગ, બોક્સીંગ, શુટિંગ, જિમ્નાસ્ટિક્સ, મલખમ્બ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ્સ ક્લાઈમીંગ, રોલબોલ, સેપક ટકરાવ, વુડબોલ તથા યોગાસન માટે અલગ ગ્રુપ મુજબ સ્પર્ધાઓ યોજાશે.