કિંજલ દવેની સગાઇ તૂટી, જાણો સામાન્ય પરિવારની યુવતી કેવી રીતે બની ‘ગરબા ક્વીન’

Kinjal dave: ગુજરાતની લોકપ્રિય સિંગલ કિંજલ દવેની બાળપણના મિત્ર પવન જોશી સાથે પાંચ વર્ષ સુધી રહેલી સગાઇ તૂટી ગઇ છે. માત્ર 7 વર્ષની ઉંમરે નવરાત્રીમાં ગરબા ગાતી સામાન્ય પરિવારની યુવતી કેવી રીતે બની 'ગરબા ક્વીન'.

Written by Ajay Saroya
Updated : May 05, 2023 14:31 IST
કિંજલ દવેની સગાઇ તૂટી, જાણો સામાન્ય પરિવારની યુવતી કેવી રીતે બની ‘ગરબા ક્વીન’
પ્રખ્યાત ગુજરાતી સિંગર કિંજલ દવે

‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી ઘેર ઘેર જાણીતી થયેલી ગુજરાતી ગાયક કિંજલ દવેની પાંચ વર્ષ રહેલી સગાઇ તૂટી ગઇ છે. સગાઇ તૂટવાના સમાચારથી કિંજલ દવેના ફ્રેન્સને આઘાત લાગ્યો છે. કિંજલ દવેની સગાઇ પાંચ વર્ષ પહેલા મૂળ પાટણના વતની અને બાળપણના મિત્ર પવન જોશી સાથે થઇ હતી. જો કે સગાઇ તૂટ્યા બાદ કિંજલ દવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર પવન જોશી સાથેના ફોટા જોવા મળતા નથી. ઉલ્લેખનિય છે કે, પવન જોશી સાથે કિંગલ દવેની સગાઇ 18 એપ્રિલ, 2018માં થઇ હતી. પણ કમનસીબે પાંચ વર્ષ જેટલા લાંબા અંતરાલ બાદ આ સંબંધનો દુઃખદ અંત આવ્યો છે.

સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં કિંજલ દવેનો જન્મ

લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેનો જન્મ સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં 24 નવેમ્બર, 1999ના રોજ પાટણ જિલ્લાના જેસંગપરા ગામમાં થયો હતો. કિંજલ દવેના પિતાનું નામ લલિત દવે અને માતાનું ભાનુ બેન છે. કિંજલને એક નાનો ભાઇ પણ જેનું નામ આકાશ દવે છે. ઘરમાં તેને કંજી કહીને બોલાવે છે.

Kinjal dave
કિંજલ દવે અને તેની સાથે સગાઇ તૂટી પવન જોશી સાથે (ફોટો – Kinjal Dave facebook)

પિતા હીરા ઘસવાનું કામ કરતા

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દેવના પિતા લલિત દવે અમદાવાદમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હતા. કિંજલે એક ઇન્ટરવ્યૂહમાં જણાવ્યું હતુ કે, તેમનો 8થી 10 સભ્યોનો પરિવાર એક નાના રૂમમાં રહેતો હતો.

કિંજલ દવે કેટલું ભણેલી છે?

કિંજલ દવે એ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી મણિબા સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારાબદ ગુજરાતમાં આવેલી પતંજલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝમાંથી ગ્રેજ્યુશન કર્યું છે.

ફેવરીટ ફૂડ

કિંજલ દવેનું ફેવરીટ ફૂડ ભાખરી, કઢી-ભાત અને ફ્રેન્સ ચિલિઝ છે. તેનું મનપસંદ સ્થળ દીવ અને ફેવરીટ હિરોઇન દીપિકા પદુકોણ છે. તેની ફેવરીટ ફિલ્મ વર્ષ 2013માં રિલિઝ થયેલી આશિકી-2 અને વર્ષ 2016માં આવેલી જય ગંગાજલ છે.

કેવી રીતે બની ‘ગરબા ક્વિન’

કિંજલ દવેને સંગીતની પ્રેરણા તેના કુટુંબમાંથી મળતી રહી છે. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. તે નાનપણમાં નવરાત્રીના સમયે ગરબા ગાતી હતી. તેના પિતાને ગીત લખવાનો શોખ હતો અને તેમના તરફથી પ્રોત્સાહન મળતું હતું.

પિતા અને મનુ રબારીના પ્રયત્નોથી કિંજલને વર્ષ 2016માં લગ્નગીત આલ્મબ ‘જોનડિયો’માં ગાવાનો મોકો મળ્યો, જે સુપરહીટ થયું અને અહીંયાથી સંગીતની દુનિયામાં તેનો સિતારો ચમક્યો. તેને ખરી લોકપ્રિયતા ‘ચાર ચાર બગંડીવાળી ગાડી’થી મળી હતી. 2019માં રીલિઝ થયેલુ આ ગીત ગુજરાતભરમાં લોકપ્રિય થયુ અને કિંજલ દવે એક ફેમસ સિંગર તરીકે ઓળખાવા લાગી. આ ગીતને માત્ર એક જ સપ્તાહમાં 1 કરોડ વ્યૂ મળ્યા હતા.

Kinjal dave

કિંજલ દવેના ફેમસ ગીતોની વાત કરીયે તો અમે ગુજરાતી લેરી લાલા, છોટે રાજા, મોજ માં રે, ગોગો ગોગો મારો ગોગો ધણી – ગીત સૌથી વધારે લોકપ્રિય છે. કિંજલ દવે અત્યાર સુધીમાં 100 જેટલા મ્યુઝિક આલ્બમ રિલિઝ અને200થી વધારે લાઇવ શો કર્યા છે. તેણ વર્ષ 2018માં આવેલી ‘દાદા હો દિકરી’ મૂવીથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ પણ કર્યું હતું.

કિંજલને તેના સારા ગીતો ગાવા બદલ ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. વર્ષ 2019માં તેને 12મો ગૌરવશાલી ગુજરાત એવોર્ડ અને વર્ષ 2020માં મ્યુઝિક કેટેગરીમાં ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2019માં તે ભાજપ પાર્ટીમાં જોડાઇ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ