(રાશિ મિશ્રા, અદિતિ રાજા) કથિત ઠગ કિરણ પટેલ હાલ પોલીસ કસ્ટડીમાં છે, તે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ(PMO)નો ઓફિસર કેવી રીતે બની ગયો અને સિક્યોરિટીથી લઇન સરકારી નિવાસમાં રહેવા સુધીના વિવિધ લાભો મેળવવા મામલે જમ્મુ-કાશ્મીરમાં તપાસના ચક્રો ગતિમાન કરતા ઘણા અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે.
ગુજરાતમાં 2017માં ચેતવણી અપાઇ હતી :
વર્ષ 2017માં કૌભાંડ અને છેતરપિંડી મામલે કિરણ પટેલની વિરુદ્ધ ઓછામાં ઓછી ત્રણ FIR દાખલ કરાઇ હતી અને તે સંબંધિત કે કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વિડબણા એ છે કે, વર્ષ 2017ની એફઆઈઆરમાં જ એવો પણ આરોપ મૂકાયો હતો કે કિરણ પટેલે તેના “PMO સાથે જોડાણ” વિશે બડાશ મારી હતી.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, કિરણ પટેલ વિરુદ્ધ ત્રણ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે જેમાં – અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં 24 ફેબ્રુઆરી 2017માં, વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં 8 ઓગસ્ટમાં 2019 અને અરવલ્લીના બાયડ પોલીસ સ્ટેશનમાં 22 ઓગસ્ટમાં 2019 નોંધવામાં આવી હતી.
આ તમામ પોલીસ ફરિયાદમાં છેતરપિંડી કરવાનો અને બેંક ચેક બાઉન્સ થવાના મામલે પોલીસ ફરિયાદ કરાઇ હતી.
વર્ષ 2017ની FIRમાં ફરિયાદી પ્રોફેશનલ ડિસ્ક જોકી રાહુલકુમાર પરમારે આક્ષેપ કર્યો હતો કે કિરણ પટેલના ભાઈ મનીષ પટેલે પરમારના પિતા જેઓ સબ-ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા તેમની પાસે એક ધાર્મિક કાર્યક્રમ માટે 1 કરોડ રૂપિયાની કિંમતની “સાત લક્ઝુરિયસ કાર” ભાંડે આપવા વિનંતી કરી હતી.
પરમારે FIRમાં જણાવ્યું કે, મનિષે અમને 30,000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ જ્યારે કાર પરત કરવાનો સમય આવ્યો ત્યારે તે ગુમ થઈ ગયો. કિરણ પટેલે પરમારોને ખાતરી આપી હતી કે જો કાર પરત નહીં મળે તો તેઓ કાર જેટલી “બજાર કિંમત” તેમને ચૂકવશે.
પરમારે જણાવ્યું હતું, કિરણ પટેલે એવો દાવો કર્યો હતો કે તે “દેશમાં ભાજપના યુવા અધ્યક્ષ” છે અને તે “20 રાજ્યોમાં કનેક્શન ધરાવે છે” અને “PMOમાં ક્લાસ- I અધિકારી” છે. FIRમાં જણાવ્યા અનુસાર કિરણ પટેલ અને તેની માતાએ પરમાર સાથે મુલાકાત કરી હતી અને તેમને અલ્હાબાદ બેંકના 40 લાખ અને 38 લાખ રૂપિયા એમ કુલ બે ચેક આપ્યા હતા. પરંતુ આ ચેક બાઉન્સ થયા કારણ કે કિરણ પટેલના એકાઉન્ટમાં માત્ર 113 રૂપિયા બેલેન્સ હતું.
આ પોલીસ ફરિયાદમાં કિરણ, મનીષ, તેમની પત્નીઓ અને તેની માતાનું નામ છે. તેમની વિરુદ્ધ કલમ 420 (છેતરપિંડી અને અપ્રમાણિક રીતે સંપતિની ઉભી કરવી), 406 (વિશ્વાસનો ભંગ) અને 120 B (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જ્યારે કિરણ પટેલના વકીલ નિસાર વૈધનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખોટી કામગીરી કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આરોપીને મળેલા આગોતરા જામીનને કોઈએ પડકાર્યો નથી. વૈધે જણાવ્યું હતું કે, મનીષ પટેલ ફરાર છે અને તેઓ કોઇ ટિપ્પણી કરશે નહી.
કથિત ઠગ કિરણ પટેલ અને અમદાવાદમાં એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા તેના ભાગીદારની વર્ષ 2019માં 8 ઓગસ્ટ, 2019ના રોજ અમદાવાદ સ્થિત જૈન ડેકોરેટર્સના માલિક પરિતોષ શાહની ફરિયાદના પગલે ધરપકડ કરવામાં આવી હતી. 2018ના ગરબાના ડેકોરેશન અને લાઇટિંગની કામગીરીનો ઓર્ડર આપ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર કિરણ પટેલ અને તેના ભાગીદારે ગરબાના કોન્ટ્રાક્ટ પેટે 1.5 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું ન હતં. શાહે જ્યારે પેમેન્ટ માંગ્યુ ત્યારે ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપી હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસ ભંગ (406), છેતરપિંડી (420) અને ફોજદારી ધાકધમકી માટે ગુનો નોંધવામાં આવ્યો હતો.

જો કે 5 નવેમ્બર, 2020ના રોજ ગુજરાત હાઈકોર્ટે કિરણ પટેલ સામેની એફઆઈઆર રદ કરતા એવો ઉલ્લેખ કર્યો હતો કે, બંને પક્ષો વચ્ચે “શાંતિપૂર્વક સમાધાન” થઈ ગયું છે કારણ કે શાહે ઓગસ્ટ 2019માં વડોદરાની નીચલી કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું, જેમાં જણાવ્યું કે, તેમને પેમેન્ટ મળી ગયુ હતું અને પટેલ સામે “કોઈ ફરિયાદ” નહોતી. પરિતોષ શાહનો સંપર્ક થઇ શક્યો નથી પરંતુ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સમાધાન થયા પછી કેસ આગળ લંબાવવામાં આવ્યો ન હતો. જો કે તેમણે કિરણ પટેલ અને પરિતોષ શાહ વચ્ચે થયેલા સમાધાનની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
ત્રીજી પોલીસ ફરિયાદ ઓગસ્ટ 2019માં અરવલ્લી જિલ્લાના બાયડના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આશિષ કુમાર પટેલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમા કિરણ પટેલ, તેના ભાઈ મનીષ, મનીષની પત્ની અને કિરણના કાકાએ 2015-2016માં કરેલી છેતરપિંડી અને અન્ય સંબંધિત ગુનાનો આરોપ લગાવ્યો હતો.
પ્રાથમિક પોલીસ ફરિયાદ અનુસારકિરણ પટેલના ભાઈ અને કાકાએ મુખ્ય શિક્ષકને સાથે મળીને તમાકુનો ધંધો ઉભો કરાવી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ફરિયાદ મુજબ, વર્ષ 2015 અને 2016ની મનીષ અને તેની પત્નીએ બાયડમાં ઓછામાં ઓછી ત્રણ વખત આશિષ પટેલની મુલાકાત લીધી હતી અને લગભગ 1.75 કરોડ રૂપિયા આશિષ અને તેના પરિચિતો પાસેથી લીધા હતા. જેની સામે આ ઠગ ટોળકીએ મનિષને યુનિયન બેંકના જુદા જુદા એકાઉન્ટના ચેક આપ્યા હતા જે તમામ બાઉન્સ થયા હતા.
વર્ષ 2019માં સપ્ટેમ્બરમાં થયેલી FIR મુજબ મનીષ અને તેની પત્ની અને કિરણ પટેલે ઉલટાંનું તેમની મિલકતને ગીરવે મૂકીને 49.33 લાખ રૂપિયા મેળવ્યા હતા, તે આશિષના પરિચિતોને પરત ચૂકવવ્યા પરંતુ બાકીની રકમ ચૂકવી ન હતી.
કિરણ અને તેના કાકાની ધરપકડ કરવામાં આવી હતી અને 2020માં ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા તેની પહેલા બાયડ સબ જેલમાં બે મહિના રહ્યા હતા. તેમના વકીલે જણાવ્યું હતું કે મનીષ અને તેની પત્ની ફરાર છે.
આ પણ વાંચો – ગુજરાતના કિરણ પટેલે મંદિરના સંતોના નામે પણ કરી છેતરપિંડી, નિવૃત PSIને કરોડો રૂપિયાનો લગાવ્યો ચૂનો
ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાની ફરિયાદ બાદ અમદાવાદ પોલીસે ગુરુવારે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો નવો કેસ દાખલ કર્યો હતો. તેમના પર જગદીશ ચાવડાના બંગલાના રિનોવેશનના બહાને છેતરપિંડીનો આરોપ હતો.