કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી કેજરીવાલ અને ભગવતમાનની હાજરીમાં AAPમાં જોડાયા

Raju solanki joint AAP Party : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) અને પંજાબના સીએમ ભગવતમાન (bhagwant mann)ની હાજરીમાં રાજુ સોલંકીએ ‘આપ’નો ખેસ ધારણ કર્યો, ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી અને આપ પાર્ટી (AAP Party)ના રાજુ સોલંકી (Raju solanki) વચ્ચે ગુજરાત વિધાનસભા (gujarat election) બેઠકમાં જંગ જામશે

Written by Ajay Saroya
Updated : October 30, 2022 13:57 IST
કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી કેજરીવાલ અને ભગવતમાનની હાજરીમાં AAPમાં જોડાયા

કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની ઉપસ્થિતિમાં ‘આપ’માં જોડાયા છે. રવિવારે ભાવનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા.

કોળી સમાજના આગેવાન રાજુ સોંલકીએ કહ્યું કે- બે બે મુખ્યમંત્રીના હસ્તે હું આપમાં જોડાયો છું એ ગર્વની બાબત છે. કેજરીવાલે દિલ્હીમાં જે ગેરેન્ટીઓ આપી હતી તે પુરી કરી છે તેમજ પંજાબમાં પણ જે ગેરેન્ટી આપી છે તે પુરી કરી છે. યુવાનનો માટે દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું સહિત અનેક યોજનાઓ હોય તેમજ અનેક ગેરન્ટીઓ જે કેજરીવાલે આપી છે તે પુરી કરી છે.તેમ જણાવ્યું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ પક્ષોના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં પણ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવી પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી નજીકના દિવસોમાં જાહેર થવાની છે ત્યારે તમામ પક્ષોએ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ‘આપ’ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ભાવનગરની મુલાકાતે આવ્યાં હતા. ભાવનગર શહેરની નિલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.

પાલિતાણાના ગારિયાધારમાં આજે બપોરે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સયુંકત જનસભાને સંબોધિત કરશે. નીલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકણ દરમિયાન બીજા પક્ષો સાથે બેઠકો થઈ હતી. જેને લઈ ભાવનગર રાજકારણ ગરમાયુ છે, આજે ભાવનગર ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પત્રકાર પરિષદ યોજી હતી.

ભાવનગર કોળી સમાજના આગેવાન એવા રાજુ સોલંકી અરવિંદ કેજરીવાલના હાથે ખેસ ધારણ કરી આપમાં વિધિવતરીતે જોડાયા છે. હવે ભાવનગરમાં આવતાની સાથે જ રાજકારણમાં ગરમાયું હતું અનેક હસ્તીઓ આપમાં જોડાઈ શકે છે તેવી અટકાળો લગાવવામાં આવી રહી છે, સાંજના સુમારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સહિતનો કાફલો ભાવનગર શહેરમાં આવી પહોંચ્યો હતો અને ભાવનગર શહેરના નીલમબાગ પેલેસ હોટલ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ