/indian-express-gujarati/media/media_files/2025/12/26/kutch-earthquake-2025-12-26-10-30-40.jpg)
કચ્છ ભૂકંપ Photograph: (X @ANI)
kutch earthquake news: આજે 26-12-2026, શુક્રવારે વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ કચ્છમાં 4.4ની તિવરતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:30 વાગ્યે કચ્છના રાપર પંથકમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
An earthquake of magnitude 4.4 occurred in Kachchh, Gujarat, at 4.30 IST today: National Centre for Seismology pic.twitter.com/0Jb7nU5ogI
— ANI (@ANI) December 26, 2025
ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગેડી ગામ નજીક જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી ઊંડાઈને કારણે ભૂકંપની અસર રાપર, ભચાઉ, અંજાર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us