Kutch Earthquake Today: કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાની નહીં, 1 મહિમાં બીજો મોટો ધરતીકંપ

Excerpt: Earthquake Today in India: કચ્છમાં સોમવારે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે 10.44 વાગે કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી 76 કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે.

Excerpt: Earthquake Today in India: કચ્છમાં સોમવારે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે 10.44 વાગે કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી 76 કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Earthquake, breaking news

ભૂકંપના આંચકાને કારણે આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

Earthquake in Gujarat Today: કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે 11 વાગેની આસપાસ 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. એક મહિનામાં ત્રણથી વધુ તીવ્રતાનો આ બીજો ભૂકંપ છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે 10.44 વાગે કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી 76 કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે.

Advertisment
https://twitter.com/PTI_News/status/1871081863735017475

કચ્છમાં 1 મહિનામાં બીજો ભૂકંપ

કચ્છમાં ચાલુ મહિનામાં ત્રણથી વધુ તીવ્રતાનો આ બીજો ભૂકંપનો આંચકો આવ્યો છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ અનુસાર, ગત 7 ડિસેમ્બરના રોજ જિલ્લામાં 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તો અગાઉ 18 નવેમ્બરે કચ્છમાં 4 તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ISR ના આંકડા મુજબ પાછલા મહિને 15 નવેમ્બરે ગુજરાતના પાટણમાં પણ 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાત ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે.

ગુજરાતમાં 200 વર્ષમાં ભયંકર ભૂકંપની ઘટનાઓ

ગુજરાત ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (GSDMA) ના આંકડા મુજબ છેલ્લા 200 વર્ષોમાં ગુજરાતમાં નવ વખત ભયંકર ભૂકંપ આવ્યો છે. GSDMAના આંકડા મુજબ 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલો ભૂકંપ છેલ્લી બે સદીમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી તીવ્ર અને બીજો સૌથી વિશાનકારી ભૂકંપ હતો. વર્ષ 2001ના કચ્છ ભૂકંપમાં 13800 લોકોના મોત થયા હતા અને 1.67 લોકો ઘાયલ થયા હતા.

ભૂકંપ કેમ આવે છે?

ભૂકંપ એટલે કે ધરતીકંપ એક ભૂસ્તરીય ઘટના છે. પૃથ્વીના પેટાળમાં અસમાન્ય હલનચલનથી ભૂકંપ આવે છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર પ્લેટો ટકરાવાના કારણે પ્લેટોના ખૂણા વળાંક આવે છે. જ્યારે ખૂબ દબાણ વધે છે ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ સમયે પૃથ્વીના પેટાળમાં રહેલી નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

Advertisment
kutch ભૂકંપ ગુજરાતી ન્યૂઝ ગુજરાત