/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Video-Namaz-to-students.jpg)
વિદ્યાર્થીઓનેનમજ પઢાવવાનો મામલો
ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રાની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓનો નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ નમાઝ પઢે છે અને તમામ વિદ્યાર્થીઓએ મુસ્લીમ ટોપી પહેરી છે.
નમાઝ પઢવાનો વીડિયો વાયરલ
આ દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓની સાથે હિન્દુ વિદ્યાર્થીઓ પણ નમાઝ પઢતા જોઈ શકાય છે. આને લઈને વિવાદ શરૂ થયો અને હિન્દુ સંગઠનોએ વિરોધ શરૂ કર્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ તરત જ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, હિંદુ વિદ્યાર્થીઓને કેપ પહેરવાનું અને નમાઝ પઢવાનું કહેવું એ ખૂબ જ નીચ કૃત્ય છે.
આ ઘટના મુન્દ્રાના માંગરા ગામમાં બની હતી, જ્યાં પબ્લિક સ્કૂલ ઑફ એક્સેલન્સ એન્ડ વેલ્યુ એજ્યુકેશનના પ્રિન્સિપાલ પ્રીતિ વાસવાણીને આ ઘટના બદલ સ્કૂલ પ્રશાસને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટના બકરી ઈદના દિવસે બની હતી, જ્યાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓએ કેપ પહેરેલી છે તો કેટલાકના માથા પર રૂમાલ છે. વીડિયોમાં તમામ વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા અને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.
કચ્છના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) એ ભુજમાં પત્રકારોને જણાવ્યું હતું કે, શાળાના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આચાર્યને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિડિયો અંગે અમને મળેલી માહિતી મુજબ મુન્દ્રા તાલુકામાં પર્લ સ્કૂલ નામની પ્રાથમિક શાળા આવેલી છે. જ્યારે અમને શાળામાં ઈદની ઉજવણીના વીડિયો વિશે જાણ થઈ, ત્યારે મેં તેને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ના ધ્યાન પર લાવ્યા, જેઓ ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી પણ છે.
આ પણ વાંચો -
આ દરમિયાન, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 11 વાગ્યે અમને કથિત વિડિયો વિશે જાણ થઈ અને પછી અમે શાળાના માલિક અબ્બાસીને આચાર્યને સસ્પેન્ડ કરવા કહ્યું. આ પછી ટ્રસ્ટે પ્રીતિ વાસવાણીને સસ્પેન્ડ કરીને અમને તેની જાણકારી આપી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us